Home પંચમહાલ જીલ્લો કાલોલના નેસડા ગામમાં ચાલતા ઇંટોના ભઠ્ઠા પર ખાણ ખનીજ વિભાગની તવાઇ

કાલોલના નેસડા ગામમાં ચાલતા ઇંટોના ભઠ્ઠા પર ખાણ ખનીજ વિભાગની તવાઇ

270
0

પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે ભૂમાફિયાઓ પર તવાઇ બોલાવી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે કાલોલ તાલુકાના નેસડા ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠા પરથી એક JCB ખનિજ વિભાગે ઝડપી લેવામાં આવ્યું છે. તેમજ ઇંટોના ભઠ્ઠાના માલિકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

મળતા માહિતી અનુસાર  કાલોલ તાલુકામાં આવેલ ખેતી લાયક જમનીનમાં ગેરકાયદેસર ઈંટોનાં ભઠ્ઠા ધમધમતા હોય છે. ઈંટોના ધંધો કરતાં વેપારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની જમીન ભાડા પટ્ટા ઉપર લઈ અપુરતી મંજૂરીઓ લઈ વેપારીઓ દ્વારા કેટલાક ઈંટોના ભઠ્ઠાઓ શરૂ કરી દેતાં હોય છે. જ્યારે દિવાળી પહેલા ઈંટોના ભઠ્ઠા શરૂ કરાવવા માટે સરકારી કચેરીઓમાંથી મંજૂરી મળે તે પહેલા જ જમીન પર માટીની ફેર બદલી કે જમીન પર લેવલ કરવાં માટે JCB અને ટ્રેક્ટર દ્વારા માટીની ફેર બદલી પણ કરવામા આવતી હોય છે. જ્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જિલ્લા તંત્રએ લાલા આંખ કરી ગેકાયદેસર ઈંટોના ભઠ્ઠા શરૂ કરવા જતા માલિકો સામે તપાસ હાથ ધરવામાં આવતા કાલોલ તાલુકાના નેસડા ગામ પંચાયતની હદ વિસ્તારમાં આવતા કરડા રોડ પર શરૂ થતાં એક ઈંટોના ભઠ્ઠા ઉપર માટી કામ કરતાં JCB ને રવિવારના રોજ ખનિજ વિભાગની ટીમે ફિલ્મી ઠબે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડેલા JCB ને ગોધરા ખાનખનિજ કચેરી ખાતે સીઝ કરવામાં આવતા અન્ય ઈંટોના ભઠ્ઠાના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here