Home આણંદ ઉમરેઠ પંથકની સગીરાને મિત્રતા ભારે પડી, વિધર્મી યુવકોએ બ્લેક મેઇલિંગ કરી દુષ્કર્મ...

ઉમરેઠ પંથકની સગીરાને મિત્રતા ભારે પડી, વિધર્મી યુવકોએ બ્લેક મેઇલિંગ કરી દુષ્કર્મ આચર્યું

120
0

આજની ટેકનોલોજીકલ દુનિયામાં અવાર નવાર આપણે સાયબર ક્રાઇમ ફ્રોડના કિસ્સા સાંભળતા જ હોઇએ છીએ. એમાંય યુવતીઓ સાથે મિત્રતા કરી ઘણાં કિસ્સામાં યુવકો પ્રેમજાળમાં ફસાવી બ્લેક મેઇલિંગ કરતાં હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ તો ઉમરેઠ પંથકના એક ગામમાં રહેતી સગીરા સાથે આણંદના બે યુવકોએ મિત્રતા કેળવી સગીરા પર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. જે મામલે ખંભોળજ પોલીસે ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી.
વિગતવાર વાત કરીઓ તો ઉમરેઠ પંથકની 15 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા પર આણંદમાં રહેતા મોહંમદ ફરહાન સાહિદ વ્હોરાએ મિત્રતા કેળવી હતી. દરમિયાન સગીરા આણંદમાં અભ્યાસ કરતી હોવાથી ઉમરેઠથી આણંદ અપડાઉન કરતી હતી. જે સમયે તેની સાથે પરિચય કેળવ્યો હતો. સગીરાની એકલતાનો લાભ લઈ તેની સાથે કેટલાંક ફોટા પાડ્યા. ત્યારે ફોટા વાયરલ કરવાની ધમકી આપી વિધર્મી યુવક સગીરાને મળવા બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે અમુક સમય બાદ વિદ્યાર્થીનીને ઈન્સ્ટાગ્રામ ઉપર અમાન વ્હોરા નામના યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. પરંતુ વિદ્યાર્થિનીએ સ્વીકારી નહોતી.
રિકવેસ્ટ આવ્યાને થોડા દિવસ બાદ વિદ્યાર્થિનીના ફોન ઉપર મોહમમ્મદફરહાનનો ફોન આવ્યો અને વિદ્યાર્થિનીને અમાન વ્હોરાની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા દબાણ કરવામાં આવ્યું હતું અને જો તે નહીં કરે તો તેની સાથેના ફોટોઝ વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. જેને પગલે વિદ્યાર્થીની ડરી ગઇ અને તે યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ એકસેપ્ટ કરી વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, તે તેને ઇગ્નોર જ કરતી હતી. ત્યારે બીજી તરફ મોહંમદ ફરહાન અવાર-નવાર તેને બ્લેક મેઇલિંગ કરતો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપતો હતો. દરમિયાન એક દિવસ અમાન વ્હોરા સગીરાને ફિલ્મ જોવાના બહાને ટોકિઝમાં લઈ ગયો હતો જ્યાં સગીરાની મરજી વિરૂદ્ધ કૃત્ય આચર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here