રાજકોટની ધરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં હાજરી આપવા બદલ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર દ્વારા PM નરેન્દ્ર મોદી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરને 2033 કરોડ રૂપિયાના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા સૌની યોજનાની લિંક સહિતના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવામાં માટે રાજકોટ પધાર્યા હતાં. ત્યારે રાજકોટની ધરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાગરિક કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિન્દ્રાદીત્ય સિંધિયા,પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને રાજકોટ એરપોર્ટ ખાતે આવકારવાનો અવસર મળ્યો તેમજ લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનને મોમેન્ટો અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
.આ લોકાર્પણ કાર્યક્રમ થકી રાજકોટને ઔદ્યોગિક હબ બનાવવા માટે પાયારૂપ એર કાર્ગોની સુવિધા યુક્ત “રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ”અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવનાર અને માં નર્મદાનું પાણી જન જન સુધી પહોંચાડનાર સૌની યોજના લિંક સહિતના વિશાળ વિકાસ કાર્યોની ભેટ જનતાને મળી છે. આ તકે વડાપ્રધાનને સાંભળવા માટે રાજકોટ જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં જનમેદની વડાપ્રધાનને આવકારવા ઉમટી હતી અને વડાપ્રધાનનું અભિવાદન ઝીલ્યું હતું.
PM મોદીએ પણ રાજકોટની પ્રજાનો પ્રેમ ઝીલતા કહ્યું હતું કે “રાજકોટમાં કાર્યક્રમ હોય અને રજા સિવાયનો દિવસ હોય,બપોરનો સમય હોય ત્યારે કોઈપણ સભા કરવાનું ના વિચારે. બપોરના સૂવાની ટેવ ધરાવતા રાજકોટવાસીઓ રાતના 8 વાગ્યા પછી બહાર નીકળવાનું વિચારે, ત્યારે બપોરના સમયે કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ સાબિત કરી બતાવ્યું છે કે આજે રાજકોટે રાજકોટના બધા વિક્રમો તોડ્યા છે.” જનસભામાં પોતાનો કિંમતી સમય કાઢીને હાજર રહેવા બદલ સમગ્ર રાજકોટ જિલ્લાની જનતાનો,રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનના હોદેદારો,સહકારી સંસ્થાના આગેવાનો,સરપંચઓ અને કાર્યકર્તાઓનો જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર,ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવ સિંહ જાડેજા,દંડક અલ્પાબેન તોગડીયા,અને શાસક પક્ષના નેતા વિરલભાઈ પનારાએ આભાર વ્યક્ત કર્યો હતો.