પાટણ : 19 જાન્યુઆરી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી ઓકટોબર ડિસેમ્બર, 2021ની ત્રીજા તબકકાની પરીક્ષાઓ તા. 20/1/2022થી શરૂ થાય છે. જેમાં એલ.એલ.બી. સેમ-3, હોસ્પીટલ મેનેજમેન્ટ સેમ-3 તથા એમ.સી.એ. સેમ-3ની પરીક્ષા ઓફલાઇન એટલે લેખિત પધ્ધતિથી લેવામાં આવનાર હોવાનું યુનિવર્સિટી નાં પરીક્ષા નિયામક મિતુલ દેલિયા એ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આ પરીક્ષાઓમાં અન્ય કોઈ વિકલ્પ વિદ્યાર્થીઓને આપવામાં આવશે નહી. પરંતુ હાલની કોરોનાની વર્તમાન સ્થિતીને જોતાં સદર પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી પોતે કે પરીવારના કોઈ નજીકના સગાં સંબંધી કોરોના સંક્રમણ થી અસરગ્રસ્ત હશે તો તેવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પેપર–પેન પધ્ધતિથી (ઓફ લાઈન) પરીક્ષા આપવાની બીજી તક યુનિવર્સીટી ધ્વારા આપવામાં આવશે.
આ બાબતે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટી નાં પરિક્ષા નિયામક મિતુલ દેલિયા એ જણાવ્યું હતું.