મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 મી ડીસેમ્બરના રોજ સાંજે 5 કલાકે અક્ષર ફાર્મ, આણંદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી આણંદ જિલ્લાને રૂપિયા 270 કરોડથી વધુના 22 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 51.86 કરોડથી વધુના ખર્ચે પુર્ણ 9 કામોનું લોકાર્પણ તથા રૂપિયા 218.15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર 13 કામોનું ખાતમુહુર્ત થનાર છે.
જેમાં માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા રૂપિયા 12.50 કરોડના ખર્ચે પહોળા કરવામાં આવેલ વડગામ-તડાતળાવ રોડ અને રૂપિયા 9.40 કરોડના ખર્ચે પહોળા કરવામાં આવેલ આણંદ-કરમસદ-સોજીત્રા-તારાપુર રોડના કામનું, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ હસ્તકની આણંદ નગરપાલિકા દ્વારા રૂપિયા 16.90 કરોડના ખર્ચે આણંદ નગરપાલિકા વિસ્તારમાં ટી.પી 9 સ્ટ્રોમ ડ્રેઈન તથા અમૂલ ડેરી રોડ ફૂટપાથ અને રૂપિયા 11.01 કરોડના ખર્ચે આણંદ નગરપાલિકા 80 ફૂટ રોડ રાઈઝિંગ લાઈન અને પેટલાદ નગરપાલિકા દ્વારા બાવળી ઓકટ્રોયનાકા રોડ પર રૂપિયા 35.28 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન ફાયર સ્ટેશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ખંભાત તાલુકાના કલમસર ખાતે રૂપિયા 110 લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉમરેઠ તાલુકાના અહીમા ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નિર્માણ પામેલ આયુર્વેદીક ડીસ્પેન્સરી તથા પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ હસ્તકની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઉમરેઠ તાલુકાના જીતપુરા અને નવાપુરા બન્ને ગામો ખાતે રૂપિયા 17-17 લાખ ખર્ચે નિર્માણ પામેલ નવીન ગ્રામ પંચાયત ભવન મળી રૂપિયા 51.86 કરોડથી વધુના ખર્ચે પુર્ણ થયેલ 9 કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
આ ઉપરાંત અંદાજીત રૂપિયા 218.15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર 4 વિભાગના કુલ 13 કામોનું પણ ખાતમુહુર્ત થનાર છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા અંદાજીત રૂપિયા 146 કરોડના ખર્ચે આણંદ-કરમસદ-સોજીત્રા રોડ તથા અમુલ ડેરી રોડના જંકશન ગણેશ ચોકડી નજીક નવીન રેલ્વે ઓવર બ્રીજ અને અંદાજીત રૂપિયા 19.80 કરોડના ખર્ચે આણંદ ખાતે નવીન મહેસુલી ભવનના મકાનના બાંધકામનું, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા અંદાજીત રૂપિયા 242 લાખના ખર્ચે નાપા-મેઘવા-ગાના-મોગરી રોડ, રૂપિયા 220 લાખના ખર્ચે ગાના-કરમસદ રોડ, રૂપિયા 90 લાખના ખર્ચે બાકરોલ-રામપુરા રોડ, રૂપિયા 173 લાખના ખર્ચે ભેટાસી (વાંટા)-પરોલીયા સીમ વિસ્તાર રોડ અને રૂપિયા 213 લાખના ખર્ચે અંબાવ-કોતરીયા-ચકલા-આંગણવાડી વિસ્તાર રોડનું, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ હસ્તકની આણંદ નગરપાલિકા દ્વારા રૂપિયા 546.83 લાખના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન તથા રેસિડેન્સીયલ ક્વાટર્સ, રૂપિયા 47.79 લાખના ખર્ચે ટી.પી.9 .પ્લોટ 301 માં ગાર્ડન ડેવલોપમેન્ટ કરવાની કામગીરી અને રૂપિયા 86.73 લાખના ખર્ચે ટી.પી.10 પ્લોટમાં આવેલ કાનોડ તળાવ બ્યુટીફીકેશનની કામગીરી ઉપરાંત વિદ્યાનગર નગરપાલિકા દ્વારા રૂપિયા 24.21 કરોડના ખર્ચે હયાત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બદલે 21.0 એમ.એલ.ડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરાશે અને સોજીત્રા નગરપાલિકા દ્વારા રૂપિયા 8.95 કરોડના ખર્ચે 2.5 એમ.એલ.ડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું, તથા સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ દ્વારા રૂપિયા ૩ કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવનાર છે. જે કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.