રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. વાત કરવામાં આવે તો અગાઉ PM ની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. ત્યારે અવાર નવાર નેતાઓની સુરક્ષામાં ખેદ પડતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
CM ભૂપેન્દ્ર પટેલની કારના કાફલામાં અચાનક એક બ્લેક કલરની કાર ઘુસી ગઈ હતી. અમદાવાદ -મહેસાણા હાઇવે પર છત્રાલ નજીક મુખ્યમંત્રીના કાફલામાં કાળા કલરની મહિંદ્રા થાર ઘૂસી ગઈ હતી. ત્યારે પોલીસે મહેસાણાના કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ના પાડવા છતાં યુવકે પોતાની થાર કાફલામાં ચલાવી હતી. અંતે મુખ્યમંત્રીના કાફલામાં થાર ઘુસાડનાર યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કડીના ચડાસણા ગામના 35 વર્ષીય યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.