આણંદ તાલુકાના સંદેશર ગામના ખેડૂતની સામરખા્સાં-ભોળપુરા સીમમાં આવેલી કરોડોની જમીન જૂની શરતમાં ફેરવી અાપવાના બહાને 2 ભૂમાફિયાએ અંગુઠા કરાવી બારોબાર વેચી દીધાની ફરિયાદ નોંધાઇ છે.
આણંદ તાલુકાના સંદેશર ગામના પ્રવિણભાઇ મોહનભાઇ સોલંકીની સામરખા – સાંભોળપુરા સીમમાં આવેલી જમીનમાં તેઓ ખેતી કરતાં હતાં અને ત્યાં જ રહેતા હતાં. સને 2015 ના વર્ષમાં તેમના કાકાનો દીકરા અશોકભાઈએ ઇલ્યાસ હાઝી ગનીભાઇ વ્હોરા અને સતારભાઇ વ્હોરા સાથે સંપર્ક કરાવ્યો હતો.તેઓએ આ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં કરી આપવાનું તેમજ વેચાણ કરી આપવાનું જણાવ્યું હતું અને વેચાણ પછી તેના પૈસા તરત જ આપી દેશે તેઓ વિશ્વાસ આપ્યો હતો.
બાદમાં ઇલિયાસભાઈ અને સતારભાઈએ પ્રવીણભાઈ તથા તેમના પરિવારજનોના અંગૂઠા તથા સહીઓ લઈ પાવર ઓફ એટર્ની બનાવી તેનો ખોટો ઉપયોગ કરી જમીન વેચાણ આપી દીધી હતી અને પૈસા પોતે લઈ લીધા હતા. ફરિયાદી પ્રવીણભાઈ સોલંકી ને કિમતી જમીનના રૂપિયા નહીં આપી છેતરપિંડી આચરી હતી. અને ફરિયાદી પ્રવીણભાઈ તથા તેમના પરિવારજનો બંને પાસે પૈસાની માગણી કરવા ગયાં ત્યારે બંનેએ પ્રવીણભાઈ તથા તેમના પરિવારજનોને ધમકી આપી હતી. આ અંગે પ્રવીણભાઈ સોલંકીએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇલ્યાસભાઈ હાઝી ગની ભાઈ વોરા તથા સતારભાઈ ગનીભાઈ વોરા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.