Home આણંદ અનાજથી વરતારો કાઢવાની અનોખી રીત : ધાન્યની વધ-ઘટથી થાય છે આગાહી, ટપાલથી...

અનાજથી વરતારો કાઢવાની અનોખી રીત : ધાન્યની વધ-ઘટથી થાય છે આગાહી, ટપાલથી ખેડૂતોને મોકલાય છે વરતારો

સમગ્ર દેશમાં કાશી બાદ માત્ર આણંદના ઉમરેઠમાં અષાઢી તોલવાની પરંપરા છે. જેના આધારે ગુજરાતના અનેક ખેડૂતો ખેતી કરતા હોય છે. ગુજરાતના ખેડૂતોને આ વરતારો ટપાલ દ્વારા મોકલવામાં આવે છે

89
0

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠનાં પ્રાચીન ચંદ્રમૂળેશ્વર મહાદેવના મંદિરમાં આજે પરંપરાગત અષાઢી તોળવામાં આવી હતી અને જેના આધારે આ વર્ષ ખેડૂતો માટે સારું જશે અને પાકનો ઉતારો સારો થશે તેવો વરતારો કરવામાં આવ્યો હતો

ચંદ્રમૂળેશ્વર મહાદેવના મંદિરમાં ગઈ કાલે મંદિરના ટ્રસ્ટીઓ અને વેપારીઓની હાજરીમાં જુદા જુદા ધાન જોખી તેની પોટલીઓ બનાવી ઘડામાં મૂકીને મંદિરના ગર્ભગૃહમાં આવેલ ગોખમાં મૂકી તાળું મારી. દેવાયું હતું અને તેના 24 કલાક બાદ આજે સવારે મંદિરના ટ્રસ્ટીઓ અને વેપારીઓની હાજરીમાં મંદિરના. પૂજારી દ્વારા તાળું ખોલી ઘડો બહાર કાઢવામાં આવ્યો હતો અને ધાનનું ફરીવાર. વજન કરવામાં આવ્યું હતું અને ધાનના વજનના ફેરફારનાં આધારે આ વર્ષ ખેતી માટે કેવું રહેશે તેનો વરતારો કરવામાં આવ્યો હતો.

અષાઢી નાં વર્તારા પ્રમાણે આવનાર વર્ષ વીસ આની રહેશે એટલે કે ખૂબ જ ખૂબ જ સારું રહેશે. દરેક પાક ખૂબ જ સારો થશે. તલ ,મગ અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખૂબ જ સારો રહેશે. મગ તથા ડાંગરનું પ્રમાણ વધારે, તથા બાજરી ઓછી હોવાથી તેને આધારીત વરસાદ પાછોતરો વિપુલ માત્રામાં રહેશે.

આ વર્ષની આષાઢી આ પ્રમાણે છે

  • ઘઉં – 8 વધારે
  • તલ – 50 વધારે
  • અડદ – 5 વધારે
  • મગ – 173 વધારે
  • કપાસ – 3 વધારે
  • બાજરી – 5 ઓછી
  • માટી – 01 (પા રતી) ઓછી
  • ડાંગર – 4 વધારે
  • જુવાર – 10 વધારે
  • ચણા – અડધો વધારે

ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી સદાશિવ દવેએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં કાશી બાદ માત્ર ઉમરેઠમાં અષાઢી તોલવાની પરંપરા છે. અને તેના આધારે ગુજરાતના અનેક ખેડૂતો ખેતી કરતા હોય છે. ખેડૂતોને આ વરતારો ટપાલ દ્વારા મોકલવામાં આવે છે

અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે તેવી માન્યતા છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડુતો કયાં પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here