અમદાવાદમાં ઝવેરી ગ્રીન નામની સાઈટ પર મોડી રાત્રે બની ઘટના આ ઘટના 3 શ્રમિકો 13માં માળેથી નીચે પટકાતાં મૃત્યુને ભેટયા હતા. અમદાવાદમાં ફરી એક વાર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના ઘટવા પામી છે. ઘુમાની એક નિર્માણાધીન ઇમારતમાં સમગ્ર ઘટના બની છે. જે ઝવેરી ગ્રીન નામની સાઈટ પર મોડી રાતે બનેલી એક ઘટનામાં સાઈટ પર બાંધેલી પાલક તૂટતાં ત્રણ શ્રમિકોના કરુણ મોત થયા છે.
મળતી માહિતી અનુસાર, ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન નામની એક સાઈટ પર બાંધકામ ચાલી રહ્યુ હતું. જેમાં મોડી રાતે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સાઈટ પર બાંધેલી પાલક એકાએક તૂટી પડતા 13 મા માળેથી નીચે પટકાતા 3 શ્રમિકોના મોત નિપજ્યા હતા.આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી.જેમાં શ્રમિકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં શ્રમિકોને તબીબે દ્વારા મૃત જાહેર કરાયા હતા. રાત્રિ દરમિયાન બનેલી આ દુર્ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અને અનેક સવાલો પણ ઊભા થયા છે કે શું આટલી મોડી રાત્રે કામ કરવાની પરમિશન હતી કે કેમ ? ત્યારે તેમની સેફટીનું ધ્યાન રખાયું હતું કે કેમ ? સમગ્ર ઘટનાને લઈને બિલ્ડરો પણ આંગળી ઉઠી છે. આ દુર્ઘટનામાં રાજેશ કુમાર, સંદીપ અને અમિત કુમારનું નિધન થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકો યુપીના રહેવાસી હતા
આ ઉપરાંત અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટી પડી હતી. જેમાં ગત વર્ષે બનેલી ઘટનામાં સાઇટ પર કામ કરી રહેલા 7 શ્રમિકોના મોત નિપજ્યાં હતા.ગત વર્ષે એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટવાની ઘટના બની હતી.આવી ઘટનાઓમાં શ્રમિકોના જીવ જાય ત્યારે પરીવાર નિરાધાર બની જતો હોય છે.ને બાળકો પિતાની છત્રછાયા ગુમાવી બેસે છે.