આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલ ડેરી પશુપાલનના વ્યવસાયને ટકાવી રાખવા તેમજ પશુપાલકોને આત્મનિર્ભર કરવા પ્રયત્ન કરે છે. અત્યારની મોંઘવારીના ભારના લીધે પશુપાલકોને વધુ ઝુકવુ ન પડે તેની તકેદારી રાખવામાં આવે છે. અમૂલ છેલ્લા દોઢ વર્ષમાં સતત છઠ્ઠી વખત વધારો આપી રહી છે. કિલો ફેટે 120 નો વધારો કરાયો છે. અગાઉ નાંણાકિય વર્ષની શરૂઆતમાં કિલો ફેટે રૂ. 20નો વધારો અપાયો હતો.
જે બાદ માત્ર 4 માસના ટૂંકાગાળામાં પશુપાલકોને આઝાદીના અમૃત મહોત્સવની ભેટ સ્વરૂપે કિલો ફેટે રૂા 30નો વધારો આપવામાં આવ્યો છે. ત્યારે 6 ફેટના દૂધમાં પ્રતિ લીટરે 1.85 પૈસાનો વધારો આપવામાં આવ્યો છે. આમ અમૂલે દોઢ વર્ષના ટૂંકા ગાળામાં 6 ફેટના દૂધમાં લિટરે 7. 44 પૈસાનો વધારો આપ્યો છે. જ્યારે ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂા 13.71 પૈસાનો વધારો આપવામાં આવ્યો છે.
આ અંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ જણાવ્યું હતું કે અમારા શાસન દરમિયાન પુશપાલકોને બે વખત દૂધના ભાવમાં વધારો આપવામાં આવ્યો છે. અગાઉ દાણના ભાવ વધે ત્યારે અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો આપવામાં આવતો હતો . પરંતુ છેલ્લા 5 માસમાં કોઇ પણ જાતના દાણના ભાવ વધાર્યા વગર જ અમે બે વખત થઇને પ્રતિ લિટરે 6 ફેટના દૂધમાં 3.09 પૈસા અને 7 ફેટના દૂધમાં 3.60 પૈસાનો વધારો આપવામાં આવ્યો છે. 2 લાખ લિટર ભેળસેળિયું દૂધ અટકાવ્યું છે. હાલમાં ચરોતરમાં દૈનિક 23 લાખ લીટર દૂધ અને અન્ય રાજ્યની મંડળીને 41 લાખ લિટર દૂધની આવક છે. દૂધની આવકમાં અમૂલમાં કોઇ જ ઘટાડો નોંધાયો નથી
અમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં લીધો નિર્ણય
દુધમાં કિલો ફેટે રૂા 30નો વધારો કરાયો