Home રાજ્ય મેઘરાજા ગુજરાતમાં ભૂલા પડ્યાં !!! …. , રાજ્યમાં વરસાદના વિરામ વચ્ચે અંબાલાલે...

મેઘરાજા ગુજરાતમાં ભૂલા પડ્યાં !!! …. , રાજ્યમાં વરસાદના વિરામ વચ્ચે અંબાલાલે કરી આગાહી ….

233
0

મેઘરાજા હાલમાં ગુજરાતમાં જાણે ભુલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે કેટલીક જગ્યાએ છૂટોછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ડરામણી આગાહી કરી છે. આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. ત્યારે અગાઉ તેમણે જે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી પરંતું સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી જતા રાજ્ય પર તેની કોઈ અસર જોવા મળી નહોતી. પરંતુ હવે વરસાદનો ચોથો રાઉન્ડ ભારે વરસાદી ઝાપટા સાથે આવશે તેમ અંબાલાલ માની રહ્યા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 10 ઓગસ્ટ બાદ વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે આ વરસાદ નુકસાનરૂપ સાબિત થશે. હજુ તો 10થી 18 ઓગસ્ટનો રાઉન્ડ પુરો નહીં થાય ત્યાં સુધીમાં વધુ એક પ્રચંડ રાઉન્ડની તૈયારી છે.
ઉલ્લેખનીય છે કે તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર અત્યાર સુધીમાં વધુ જોવા મળ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની થોડી ઘટ હોવાથી જો મેઘો ત્યાં વરસે તો ત્યાના ખેડૂતોને ફાયદો થઈ શકે છે. જો કે હવામાન વિભાગનું તો માનવુ છે કે રાજ્યમાં હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી. જેથી આગામી પાંચ દિવસ માત્ર થોડાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો તો હાલ વરસાદ ઓછો ઇચ્છી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here