Home પંચમહાલ જીલ્લો પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ...

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાઇ

174
0

પંચમહાલ: 21 ઓગસ્ટ


પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કલેક્ટરશ્રી કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. ક્લેક્ટરશ્રી દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે સુચારુ સલાહ-સુચનો કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ચોમાસુ પાણીનો નિકાલ, રેવન્યુને લગતા પ્રશ્નો, ગેસ કનેક્શનને લગતા પ્રશ્નો, નલ સે જલ યોજના અંતર્ગત પ્રશ્નો, વિજળીને લગતા પ્રશ્નો સહિત ચર્ચા કરવામાં આવી હતી તથા તમામ પ્રશ્નોનો નિકાલ કરવા કલેક્ટરશ્રી દ્વારા સલાહ – સુચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, અધિક નિવાસી કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here