Home સુરેન્દ્રનગર ઉઘલ ગામ ખાતે આજે ૭૬ વર્ષ સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન તેમજ શાળા સ્થાપના...

ઉઘલ ગામ ખાતે આજે ૭૬ વર્ષ સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન તેમજ શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

208
0

સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ


સમગ્ર ભારત દેશના આઝાદી કા અમૃતોત્સવ ઉત્સવ ઉજવી રહયા છે. ત્યારે આજે ૧૫ મી ઓગસ્ટના દિવસે ૭૬ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે આજે લીંબડી તાલુકાના ઉઘલ ગામની પ્રાથમિક શાળા ના પટાંગણમાં ઉઘલ ના સરપંચશ્રી ઉર્વશીબા શૈલેન્દ્રસિંહ રાણા ના વરદ હસ્તે રાષ્ટ્રી ધ્વજ લહેરાવીને ધ્વજ વંદન કરીને ઉજવણી કરવામાં આવી હતી અને તિરંગાને સલામી આપી હતી. જયારે પ્રાથમિક શાળા ના સ્થાપના દિવસ હોય તો વિદ્યાર્થીઓ ભાઈ-બહેનોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરેલ હતો. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, હેલ્થ આશા વર્કર બહેનો,સામાજીક કાર્યકરો, પ્રાથમિક સ્કુલ આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. અને ઉઘલ ગામના સરપંચશ્રી તરફથી વિદ્યાર્થીઓને ગીફટ તથા મીઠાઈઓ આપવામાં આવી હતી.

અહેવાલ સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here