Home ગોધરા ગોધરામાં બાર વર્ષથી ચાલતી કેન્દ્રીય વિદ્યાલયમાં સુવિધાઓનો અભાવ, ૬ થી ૧૦ ના...

ગોધરામાં બાર વર્ષથી ચાલતી કેન્દ્રીય વિદ્યાલયમાં સુવિધાઓનો અભાવ, ૬ થી ૧૦ ના ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ વચ્યે ફક્ત એક જ ટૉયલેટ!!

154
0

પંચમહાલ: 13 ઓગસ્ટ


ધોરણ ૧ થી ૫ ની શાળા દવાખાનાની ઉપર, અશુદ્ધ હવા વાળા વાતાવરણમાં નાના બાળકોની તંદુરસ્તી ઉપર જોખમ: દિનેશ બારીઆ

શહેરોમાં સરકારી શાળાઓની સુવિધાની હાલત બદતર, ખાનગી શાળાઓની સંખ્યા વધારી ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા વાલીઓને મજબુર કરાયા. ભાજપ સરકાર શિક્ષણ પણ શ્રેષ્ઠ અને મફત ના આપી શકી: દિનેશ બારીઆ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે એક માત્ર કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે. આ વિદ્યાલય વર્ષ ૨૦૧૦ થી ચાલે છે આજે બાર વર્ષ જેટલા સમયથી ચાલતી કેન્દ્ર સરકાર સંચાલિત સ્કૂલમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે.

કેટલાક વાલીઓની રજૂઆત ના પગલે આમ આદમી પાર્ટી પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ શાળાની મુલાકાત લીધી હતી અને શાળામાં વ્યવસ્થા અંગેની માહિતી મેળવી હતી. જો કે આજ રોજ મહિનાનો બીજો શનિવાર હોવાથી શાળામાં રજા હોવાનું શાળાના ગાર્ડ મેન સતીષભાઈ પરમારે જણાવ્યું હતું. પરંતુ શાળાનું મકાન તથા ભૌતિક સુવિધાઓ બાબતે દિનેશ બારીઆએ પ્રત્યક્ષ નિરિક્ષણ કર્યું હતું.
પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, ગોધરા શહેરના મધ્યમાં આવેલી આ સ્કુલ વર્ષ ૨૦૧૦ થી શરુ કરવામાં આવેલ છે. અહી ધોરણ ૬ થી ૧૦ ના વર્ગો ચાલે છે અને લગભગ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેવી જાણકારી છે ત્યારે અહીં કોઈ જ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ પુરી નથી તેવું સ્પષ્ટ દેખાય છે. શાળામાં પુરતાં વર્ગો નથી, લાઇબ્રેરી, પ્રયોગશાળા, રમતનું મેદાન, પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હોવાનું જણાયું છે અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આટલા વિદ્યાર્થીઓ વચ્યે માત્ર એક જ ટૉયલેટ છે જેમાં છોકરાઓ અને છોકરીઓ વચ્યે એક એક જ છે. છોકરા છોકરીઓને ટૉયલેટ માં જવા એક જ દરવાજો છે આ મોટી અસુવિધા અને અવ્યવસ્થા છે તેમાંય શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ પણ આ જ ટોયલેટનો ઉપયોગ કરતાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આટલી ગંભીર નોંધ કેમ કોઈ અધિકારીઓએ લીધી નથી.

દર વર્ષે શાળાઓનું ઇન્સપેક્ષન અને નિરિક્ષણ થતું હોય છે તો આજે બાર વર્ષથી શાળામાં શૌચાલયની અસુવિધા બાબતે કેમ કોઇએ ધ્યાનમાં લીધું નથી આ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
ધોરણ ૧ થી ૫ ની કેન્દ્રીય વિદ્યાલય પટેલવાળા વિસ્તારમાં, મસ્જીદની પાસે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર (દવાખાના) ની ઉપર ચાલે છે. ત્યાં શાળાનું મકાન નથી, શાળાનું મેદાન નથી, પાર્કિંગ વ્યવસ્થા નથી, શુદ્ધ હવાનું વાતાવરણ નથી, ભરચક વિસ્તારમાં, ઘોંઘાટ વાળા વાતાવરણમાં અને નીચે દવાખાનું હોવાથી અશુદ્ધ હવા અને અસુરક્ષિત વાતાવરણમાં નાના બાળકોને ભણવું કેટલું જોખમી છે તે શું જિલ્લાના અધિકારીઓની જાણ બહાર હશે એવું આશ્ચર્ય દિનેશ બારીઆએ વ્યક્ત કર્યું હતું.
સાથે સાથે ગોધરા શહેરમાં સરકારી શાળાઓની સંખ્યા અને સુવિધાઓ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ગોધરા શહેરમાં ખાનગી શાળાઓમાં વધારો થયો છે, શહેરીજનોને પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા માટે મજબુર કરાયા છે, મોંઘી શિક્ષણ ફી, પુસ્તકો, ગણવેશ, અપ ડાઉન જેવા તમામ ખર્ચાઓ કરી વાલીઓ પોતાના સ્વ ખર્ચે બાળકોને ભણાવે છે ત્યારે સવાલ એ થાય છે કે, સત્તાવીસ વર્ષથી ચાલતી ભાજપ સરકાર મફત શ્રેષ્ઠ શિક્ષણ પણ આપી શકી નથી તો ભાજપ સરકારે કર્યું શું? એવો સવાલ આજે સૌ કોઈ ઉઠાવી રહ્યા છે. તેમ પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે.

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here