પાટણ : 10 મે
ગુજરાતની સુપ્રસીદ્ધ લોક ગાયિકા કાજલ મહેરીયાની ગાડી ઉપર ગતરોજ મોડીરાત્રે ધારપુર બસ સ્ટેશન નજીક ચાર જેટલા અજાણ્યા શખ્સોએ હુમલો કરી કાજલ ને ઈજાઓ પહોંચાડી સોનાની ચેન લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાને લઇને ઇજાગ્રસ્ત કાજલ મહેરીયા ને સારવાર અર્થે તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બાબતે કાજલ મહેરીયાએ બલીસણા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ અને એટ્રોસિટી એક્ટ ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતી લોક ગાયિકા કાજલ મહેરીયા સોમવારે રાત્રે પાટણ તાલુકાના ધારપુર મુકામે કાર્યક્રમ માં આવી હતી ત્યારબાદ ગાડી લઈને પરત જઈ રહી હતી તે સમયે ધારપુર બસ સ્ટેશન નજીક ચાર જેટલા શખ્સોએ કાજલ ની ગાડી ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી જે બાબતે કાજલે બાલીસણા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કે કે.એમ.ડિજિટલ ગ્રુપ માં રમુભાઈ રબારી રહે. દિગડીવાળો પોતાના ગ્રુપમાં કામ કરતો હતો અને અવારનવાર કામના પૈસાની માગણી કરતો હતો જેથી પૈસાને લઇને વારંવાર બોલાચાલી થતાં રમુ રબારી ગ્રુપમાંથી નીકળી ગયો હતો જેની અદાવત રાખી રમુ રબારી તથા અન્ય ચાર શખ્સો મળી પાંચ જણાએ ગઈકાલે રાત્રે કાજલ મહેરીયા ની ગાડી ઉપર હુમલો કરી ગાડીના કાચ તોડી કાજલ સાથે ઝપાઝપી કરી ઈજાઓ પહોંચાડી કાજલના ગળામા પહેરેલી સોનાની ચેન લઇને ફરાર થઇ ગયા હતા.
આ ઘટનાને પગલે ધારપુર ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઈજાગ્રત કાજલ ને તાત્કાલિક ધારપુર ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.જ્યાં તેને સારવાર આપી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.પોલીસે કાજલ ની ફરિયાદને આધારે એટ્રોસિટી એક્ટ અને લૂંટનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.