ગોધરા : 7 મે
ગોધરા શહેરમાં પતિ દ્વારા પત્નીને ત્રિપલ તલાક આપવાની ઘટના સામે આવી હતી, પત્ની દ્વારા ગોધરા મહિલા પોલીસમથકે ટ્રીપલ તલાક કાયદા હેઠળ ગુનો નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રીપલ તલાક આપનાર પતિ અને તેના પિતાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં ત્રિપલ તલાકની ઘટના બની છે, જેમાં ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલી સલામત સોસાયટીમાં રહેતા પતિ દ્વારા પોતાની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, બે વર્ષ પૂર્વે થયેલા લગ્ન થયાના બે માસ બાદથી પતિ દ્વારા પત્ની સાથે મારઝૂડ કરીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ત્યારે તાજેતરમાં જ પતિ દ્વારા પત્નીને ત્રિપલ તલાક આપી દેવાયા હતા, ત્યારે પત્ની દ્વારા ગોધરા મહિલા પોલીસમથકે પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પોલીસ દ્વારા ગુનો નોંધીને સાસરિયાઓની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા, પંચમહાલ એલસીબી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ગુનામાં સંડોવાયેલા પુત્ર મોહમદ આદીલ નીસાર હુસેન બડંગા અને તેના પિતા નીસાર હુસેન બડંગાને ઝડપી પાડવામાં આવ્યા હતા.