પાટણ : 15 ફેબ્રુઆરી
પાટણ સ્થિત લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ અને ક્રિષ્ના ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ માતા – પિતાનું પૂજન કર્યું હતું.
પાટણ ખાતે આવેલી લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ અને ક્રિષ્ના ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં માતૃ – પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પટેલે જણાવ્યું હતું કે, આજના દિવસે જો સૌથી વધુ કોઇને પ્રેમ આપવો હોય તો તે માતા – પિતા છે. વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે માતા – પિતા પ્રત્યે પોતાની જવાબદારી વધે તેવો પ્રેરણારૂપ પ્રયાસ શાળા તરફથી કરવામાં આવ્યું હતો. આ પ્રસંગે આચાર્ય મૃગેશ પરિખ તેમજ કિશોર રામીએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરતાં ઉમેર્યું હતું કે, માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા – પિતાની સેવા કરવી , તેમનું સન્માન કરવું તે સૌની નૈતિક ફરજ છે . આંગળી પકડીને શાળામાં મુકતા માતા – પિતાની ઘડપણની લાકડી પોતાનો પુત્ર બને તેવા સંસ્કારનું સિંચન કરતા માતા – પિતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સુંદર વિચાર શાળાના પ્રમુખ દિનાબેન પટેલે રજૂ કર્યો હતો . આ કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના આચાર્ય તન્વીબેન મોદી, વિક્રમ ખેર, સચિનભાઇ, અંકુરભાઇએ કર્યુ હતું. આ પ્રસંગે શાળાના દિનાબેન પટેલ , લલિતભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.