Home રાજ્ય રાજ્યમાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં બાળકો જવાનું કરે છે પસંદ… જુઓ...

રાજ્યમાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં બાળકો જવાનું કરે છે પસંદ… જુઓ છેલ્લા 9 વર્ષમાં કેટલા વિધાર્થીઓએ લીધું એડમિશન ….

145
0

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્ર માટે એડમિશન માટેની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. ત્યારે આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. રાજ્યમાં ૯ વર્ષમાં અંદાજિત ૪.૫૧ લાખથી વધુ અને અમદાવાદ શહેરમાં કુલ ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો. સમયની સાથે કદમ મિલાવીને જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા રાજ્યની સરકારી સ્કૂલોમાં ઉપલબ્ધ કરાઇ. રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો. ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો.

રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છ. જેનાથી સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આમ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેનું પરિણામરૂપી એ ફળ મળ્યું છે કે સેલ્ફ ફાયનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે.

રાજ્યમાં વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૫,૦૦૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૪૯,૬૯૮ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૯,૪૪૦ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૧,૨૬૨ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૦,૩૩૦ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૦,૨૨૮ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૪૦,૦૬૦ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૪૪,૩૦૦ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૬૦,૭૫૧ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૩૯૭ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૫૪૮૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૦૦૫ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૨૧૯ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૭૯૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૨૭૨ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૩૩૩૪ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૬૨૮૯ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૯૫૦૦ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં પોતાના બાળકોનો પ્રવેશ કરાવનારા વાલીઓનું કહેવું છે કે, રાજ્ય સરકારે બાળકોને બાળમંદિરથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષાની દિશા આપવા માટે શિક્ષણનું સુદ્રઢ માળખુ વધુ સારી રીતે વિકસિત કર્યું છે. સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા સરકારી સ્કૂલોમાં કરવામાં આવી છે. રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here