ઉનાળોમાં દરિયા કિનારે ફરવું એ દરેક ગુજરાતીને ખુબ જ ગમતું હોય છે, પરંતુ ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે, કે દીવના દરિયાઓ ૩ મહિના માટે બંધ કરી દેવાયા છે. નાગવા, બ્લુ ફ્લેગ, ઘોઘલા બીચ ત્રણ મહિના માટે બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ આજથી ૩૧ ઓગસ્ટ સુધી વોટર સ્પોર્ટ્સ પર નાહ્વા તેમજ તરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. દીવમાં ફરવા લાયક કેટલાય સ્થળો છે. જેમકે દીવનો કિલ્લો, હિલસા એક્વેરિયમ, જામ્પોર બીચ, બોમ જીજસનું ચર્ચ નાગોઆ બીચ, ગંગેશ્વર મંદિર આટલા બધાં સ્થળો જો એકજ જીલ્લાની અંદર હોય તો ફરવા જવું કોને ન ગમે.
ગુજરાતીઓ માટે માઠા સમાચાર છે કે હાલ, ત્રણ મહિના સુધી એટલેકે ૩૧ ઓગસ્ટ સુધી તમામ બીચ બંધ કરી દેવાયા છે. આ ઉપરાંત દરીયો ખેડવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ વોટરસ્પોટ્સ પર પણ પ્રતિબંધ મુકાયો છે. દીવના દરીયા કિનારે વેકેશન માણવાની એક અલગ જ મજા છે ત્યાંના દરિયા કિનારાઓની વાત જ કંઈક અલગ છે. છેલ્લા કેટલાય સમયથી તો ગુજરાતીઓને સૌથી વધુ આકર્ષતુ સ્થળ બની ગયું છે.