Home Trending Special અંબાલાલની આગાહી : મે મહિનામાં જબરદસ્ત આંધી, વાવાઝોડા સાથે પડશે વરસાદ

અંબાલાલની આગાહી : મે મહિનામાં જબરદસ્ત આંધી, વાવાઝોડા સાથે પડશે વરસાદ

મે મહિનામાં ક્યારે-ક્યારે વાવાઝોડા સાથે થશે વરસાદ? બંગાળની ખાડીમાં ઉભું થશે ચક્રવાત.

235
0

અમદાવાદ: રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં સતત કમોસમી વરસાદની આાગહી કરવામાં આવી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ ડરામણી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, મે મહિનામાં વાવાઝોડા સાથે વરસાદ થશે. 8મેએ ગુજરાતમાં આંધીની શક્યતા રહેશે. જ્યારે બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની શક્યતા છે. અરબ સાગરમાં પણ મધ્યમ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે.

આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં ચક્રવાતનું પ્રમાણ વધશે. તેમજ બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાતની સંભાવના રહેશે. આવા ચક્રવાત સૂર્ય કૃતિકા નક્ષત્રમાં આવતાં સ્વભાવિક રીતે થથાં હોય છે. એપ્રિલથી જૂન માસ દરમિયાન ચક્રવાત આવતાં હોય છે, પરંતુ આ વખતનું ચક્રવાત વિશેષ પ્રકારનું છે. 8મી મે વચ્ચે પણ સાગરમાં હલચલ જણાશે. 8મી મે દરમિયાન રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે અને જબરદસ્ત આંધી આવશે.

અંબાલાલે કહ્યું કે, આ વખતે દરિયામાં પણ હલચલ જોવા મળશે. તારીખ 10થી 18 મે દરમિયાન આ ચક્રવાત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. તેનો માર્ગ બાંગ્લાદેશ તરફ ફંટાઇ શકે છે. દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વાવાઝોડની સાથે ગુજરાતમાં આકરી ગરમી પણ પડશે. 12મી તારીખ આસપાસ અરબ સાગરમાં હલચલ જોવા મળશે. જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવશે ત્યારે એટલે કે, 25 મેથી 4-5 જૂન દરમિયાન વધુ હલચલ જોવા મળશે. આ વખતે અરબ સાગરમાં હળવાથી મધ્યમ પ્રકારનું ચક્રવાત સર્જાવવાની શક્યતા રહેશે.

8મી જૂન આપસાપ પવનમાં ફેરફાર થશે અને 10મી જૂન સુધીમાં પવનનો જોર વધારે રહેશે. પરંતુ અરબ સાગરમાં જે ચક્રવાત થવાનું છે, તે હળવા-મધ્યમ પ્રકારનું હશે. જેનો માર્ગ ઓમાન તરફ રહેશે તો રાજ્યના પશ્ચિમ ભાગોમાં ઓછો વરસાદ થવાની સંભાવના રહેશે. છતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આમ, આ બે ચક્રવાત સર્જાશે.

કૃતિકામાં નક્ષત્રમાં વરસાદ થાય તો દેશના અંદરના ભાગોમાં ભારે ભેજ થતો હોય છે. કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે. તારીખ 11થી 18માં કૃતિકા નક્ષત્રોમાં આંધી વંટોળ સાથે છાંટા થશે. કૃતિકાના છાંટા ખેડૂતોની ભાષામાં કલ્યાણકારી ગણાય છે. કૃતિકાના છાંટા ચોમાસા માટે સારા ગણાય છે. સાથે-સાથે 25મેથી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો રોહિણી નક્ષત્રમાં વરસાદ થયેલો ગણાય. જો તારીખ 24થી 26 મેમાં વરસાદ થાય તો વાયુ કાઢે છે અને ચોમાસું મોડું થતું હોય છે.

રોહિણી ઉતરતાં લગભગ 1થી 4 જૂનની આસપાસ વરસાદ થાય તો એટલા દિવસ વાયરામાંથી કપાત થતા હોય છે અને ચોમાસાની રિધમ વ્યવસ્થિત આવતી હોય છે. આમ, રોહિણી નક્ષત્રમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. આ વખતે ચોમાસું થોડુંક વહેલું આવવાની શક્યતા રહેશે. 10 જૂનની આસપાસ તો પવન સાથે વરસાદ આવશે, પરંતુ 15થી 30 જૂન વચ્ચે વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here