Home રાજ્ય લીંબડી તાલુકાના- ભોયકામાં નલ સે જલ યોજનામાં રૂપિયા ૪૭ લાખના ભ્રષ્ટાચાર મામલે...

લીંબડી તાલુકાના- ભોયકામાં નલ સે જલ યોજનામાં રૂપિયા ૪૭ લાખના ભ્રષ્ટાચાર મામલે તંત્રનું ભેદી મૌન

228
0

સુરેન્દ્રનગર : 22 માર્ચ


સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામે રૂપિયા ૪૭ લાખના ખર્ચે નલ સે જલ યોજના અંતર્ગત ઘેર ઘેર પાણી પહોંચાડવાની યોજના મંજૂર કરવામાં આવી હતી પરંતુ કોઇ પણ કામ કર્યા વગરા જ કોન્ટ્રાક્ટરને રૂપિયા ૧૯ ચૂકવોિ દેવામાં આવતા સ્થાનિકો દ્વારા સમગ્ર કૌભાંડ મામલે રજૂઆત કરવામાં આવતા કુંભકર્ણની નિંદ્રામાં રહેલુ તંત્ર જાગ્યુ હતુ અને ભોયકા ગામે તપાસ કરવા દોડી આવ્યું હતુ પરંતુ કુલડીમાં ગોળ ભાંગવાની નિતી હોય તેમ તપાસના નામે માત્ર નાટક કરી પાણી પુરવઠાવિભાગના અધિકારીઓ ગ્રામ પંચાયતમાં બંધ બારણે બેઠક કરી ચાલતી પકડતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

ભોયકા ગામમાં રૂપિયા ૪૭ લાખના ખર્ચે નલ સે જલ યોજના અંતર્ગત ઘેર ઘેર પાણી પહોંચાડવા માટેની યોજના મંજૂર કરવામાં આવી હતી. પરંતુ આ યોજના માત્ર કાગળ પર પુરી કરી દેવામાં આવી હોવાનો અને કોન્ટ્રાક્ટરને અેમનામ જ રૂપિયા ૧૯ લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવ્યા હોવાની સ્થાનિકો દ્વારા લેખીત રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જેને લઇને અગાઉ પણ મામલતદાર અને પાણી પુરવઠા વિભાગની ટીમ તપાસ કરવા પહોંચી હતી પરંતુ માત્ર પંચ રોજકામ કરી સંતોષ માન્યો હતો.ત્યારે આજે ફરીવાર પાણી પુરવઠા વિભાગની ટીમ તપાસ માટે આવી હતી પરંતુ ગામમાં કોઇ જગ્યાએ ખોદકામ કરી લાઇન નાંખવામાં આવી છે કે કેમ તેવી કોઇ તપાસ કરવાના બદલે ગ્રામ પંચાયતની આેફીસમાં સરપંચ, પાણી સમિતિના સભ્યો અને અરજદાર સાથે બંધ બારણે બેઠક કરતા અનેક ચર્ચાઓ ઉઠી હતી સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોને તેમજ મિડીયાને પણ બેઠકમાં આવવા દીધા ન હતા તો અેવી તો શું ચર્ચા હતી કે તમામને બહાત રાખવા પડે તે પણ અેક ચર્ચાનો વિષય બન્યો છે. પંચાયતની પાણી સમિતિના સભ્યો સહીત કુલ ૪૭ લોકોની ખોટી સહીઆે કરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ ખુદ પંચાયતના ઉપ સરપંચે કર્યો છે તેમજ યોજનામાં કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ છે ત્યારે કાર્યપાલક ઇજનેર આર. અેમ.પટેલ સહીતની ટીમ પર ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે અને અધિકારી ખુદ તપાસમાં આવ્યા હોવા છતાં ન્યૂઝ ૧૮ ની ટીમ દ્વારા તપાસ બાબતે પુછપરછ કરતાં કાંઇ પણ કહેવાનો ઇનકાર કરી દઇ ચાલતી પકડી હતી. જો તપાસ કરવા આવ્યા હતા અને બંધ બારણે બેઠક કરી તો તે શું બાબતે ચર્ચા કરી શું તપાસ કરી તે બાબતે કાંઇ પણ કહેવાનો ઇનકાર કરતા ક્યાંકને ક્યાંક અધિકારીઓ અને તંત્ર આ ભ્રષ્ટાચાર મામલે કુલડીમાં ગોળ ભાંગી રહ્યાં હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે પાણી પુરવઠા વિભાગની ટીમ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે કે ભીનુ સંકેલી લેવામાં આવશે તે તો જોવુ રહ્યું

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here