આણંદ: 8 નવેમ્બર
નારી શક્તિ ઉઠાવો બાણ હવે તો પરિવર્તન એ જ કલ્યાણ નાં નારા સાથે આસોદર ખાતે કોંગ્રેસનું પરિવર્તન સંકલ્પ સંમેલન યોજાયું
આંકલાવ વિધાનસભાના આસોદર ખાતે રેલીને બાદ યોજાયેલી જાહેરસભાને રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અશોક ગેહલોત EWS અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ ગુજરાતનો વિકાસ કર્યો છે. કોરોના, લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટનાએ ભાજપની પોલ ખોલી છે.
જ્યારે આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતની પ્રજા પરિવર્તન લાવવાના મૂડમાં છે.ગુજરાતની પ્રજા છેલ્લા ૨૭ વર્ષોના ભાજપના શાસનથી ત્રાહિમામ પોકારી ગઈ છે. એ મોંઘવારી લઈને હોય બેરોજગાર લઈને હોય કે પછી ભ્રષ્ટાચારને લઇને આ વખતે ગુજરાતની પ્રજાએ નક્કી કર્યું છે કે મોંઘવારી બેરોજગારી નું સર્જન કરનાર અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર નું શાસન ઉભુ કરનારી ભાજપ સરકારનું આ વખતે વિસર્જન કરી નાખવાનું નક્કી કર્યું છે.
કોરોના, લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટનાથી ભાજપની પોલ ખુલ્લી પડી ગઇ : ગેહલોત
ગુજરાતમાં મોદી અને અમિત શાહ દ્વારા જે શાસન ચાલ્યું તેની મોરબીની ઘટનાએ પોલ ખોલી નાખી છે. મને દુઃખ છે કે, મોરબીની ઘટના ઘટ્યા છતાં કોઈ તપાસ નથી થઇ. હવે હાઇકોર્ટમાં આ અંગે સુઓમોટો દાખલ થઇ છે. મારી કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી છે કે હજુ સમય છે કે, હાઇકોર્ટના જર્જ કે નિવૃત્ત જર્જના વડપણ હેઠળ કમિટી બનાવી તપાસ કરવી જોઇએ અને લોકોને ન્યાય મળવો જોઇએ.
આ પ્રસંગે રઘુ શર્મા (પ્રભારી ગુ.પ્રદેશ કોંગ્રેસ સમિતિ) ભરતસિંહ સોલંકીજી પૂ. (કેન્દ્રીય મંત્રી ભારત સરકાર) , સિધ્ધાર્થભાઇ પટેલ (પૂ.પ્રમુખ ગુ.કોગ્રેસ સમિતિ) , જેનીબેન ઠુમર (પ્રમુખ ગુ. પ્રદેશ મહીલા કોગ્રેસ) ,પ્રભાતસિંહ ચૌહાણ (પૂ.સાંસદ પંચમહાલ ), તથા આણંદ ના ધારાસભ્ય કાંતીભાઇ સોઢા પરમાર, બોરસદ ના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ પરમાર, સોજીત્રા ના ધારાસભ્ય પુનમભાઈ પરમાર, ધંધુકાના ધારાસભ્ય તથા જીલ્લા/તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુશ્રીઓ,તા.પં.આકલાવ પ્રમુખ પ્રજ્ઞાબેન પુરોહિત, સહીત ખુબ મોટી સંખ્યામાં મહીલાઓ ઉપસ્થિત રહ્યા હતા હતા