અકબર સાથે યુદ્ધ કરતા કરતા મહારાણા પ્રતાપ ગુપ્તવાસમાં જતા રહ્યાં હતાં અને સેનાનું નિર્માણ કર્યું હતું. ગુપ્તવાસની જગ્યા વિજયનગર તાલુકાનાં ખોખરા ગામમાં આવેલી છે. અહીં આજે પણ મહારાણા પ્રતાપ દ્વારા સ્થાપિત શિવલિંગ છે.સાબરકાંઠા : હલ્દીઘાટીનાં યુદ્ધનાં હુમલાથી બચીને મહારાણા પ્રતાપ ગુપ્તવાસ કર્યો હતો. આ જગ્યા સાબરકાંઠા જિલ્લાનાં હાલનાં વિજયનગર તાલુકાનાં ખોખરા ગામ પાસે આવેલી છે. તેમજ મહારાણા પ્રતાપે પુજા માટે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. 400 વર્ષથી પણ જૂનું શિવલિંગ અહીં છે. અહીં બંધાયેલા હિચકાના કડા છેમહારાણા પ્રતાપે એકથી બે મહિનાનો ગુપ્ત વાત કર્યો હતો.
વિજયનગરના ખોખરા ગામ પાસે નદીનાં કિનારે પોતાનાં પરિવાર સાથે રહ્યાં હતાં.અહીં એક વડલો પણ છે, જેના ઉપર થોડા સમય પહેલા સુધી કડા લગાવેલા હતા. આ કડા મહારાણા પ્રતાપના પરિવારમાં બાળકો તથા રાણીના ઝુલવા માટે લગાવેલા જુલાના છે.મહારાણાએ બનાવેલુ શિવલિંગઅહીં ડુંગરની તળેટીમાં અને હરણાવ નદીના કિનારે એક મોટો વડ છે. ઘટાદાર છાયાથી અને વળવાઈઓથી ખૂબ ફેલાયેલો છે. આ વડલાના સ્થળની નીચે મહારાણા પ્રતાપે મૂકેલું શિવલિંગ સ્વરૂપે પથ્થર આજે પણ અહીં સ્થિત છે અને 400 વર્ષથી પણ વધુ સમયથી આ શિવલિંગને કોઇ નુકસાન થયું નથી.બસ કંડક્ટરે બંધાવ્યું મંદિર વડની નીચે થોડુંક બાજુમાં એક શિવાલય પણ આવેલું છે. આ શિવ મંદિર થોડા સમય પહેલા જ એક બસ કંડક્ટરે બનાવ્યું હોવાનું માનવામાં આવે છે. જ્યારે આ ગામમાં આવતી ઈડર-ખોખરા બસના ડ્રાઇવર-કંડકટર રોજ રાત્રે અહી રોકાતા હતા. ત્યારે તેમણે અહીં શિવજીનું મંદિર બનાવવાનું વિચાર્યા બાદ અહીં મંદિરનું નિર્માણ કર્યું.ગુપ્તવાસ દરમિયાન મહારાણા પ્રતાપે અહીં અકબરની સેના સામે લડવા માટે ભીલ સેના તૈયાર કરી હતી. ખોખરા ગામના બાજુનાં જ એક ગામના રાણાને આ સેનાનો સેનાપતિ બનાવ્યા હતાં. આ સેના થકી મહારાણા પ્રતાપે અનેક યુદ્ધ પણ જીત્યા હતાં.મહારાણા પ્રતાપે બનાવેલું શિવલિંગ અને વિસ્તાર જોવા લાયક વિજયનગર તાલુકાના આ જંગલોમાં અનેક ઇતિહાસ છુપાયેલા છે. જેમાં મહારાણા પ્રતાપે સ્થાપિત શિવલિંગ વિશે ઘણા લોકો આજે પણ જાણતા નથી. જ્યારે ખોખરા ગામ લોકો દ્વારા આ શિવલિંગની નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે. અહીં મનમોહક વાતાવર છે