મલ્હાર ઠાકર અને યશ સોની અભિનીત ફિલ્મ ‘3 એક્કા‘ ભારત ઉપરાંત USA સહિત અન્ય દેશમાં પણ ચાલી રહી છે. આ ફિલ્મમાં યશ સોની , મલ્હાર ઠાકર , મિત્ર ગઢવી સહિત તેમની સાથે કિંજલ રાજપ્રિયા , ઇશા કંસારા , તર્જની ભાડલા મુખ્ય ભુમિકામાં જોવા મળી રહ્યા છે. તેમજ પ્રખ્યાત અભિનેતા હિતુ કનોડિયા પણ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ હતી. ત્યારે રિલીઝ થતાંની સાથે ‘3 એક્કા’એ ધમાલ કરી દીધી છે. ગુજરાતીઓથી સિનેમાઘરો ભરાઇ ગયા છે.
‘3 એક્કા’ ફિલ્મના રિલીઝ થયાને એક સપ્તાહ ઉપરાંત થઇ ગયું છે. ત્યારે ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ઇન્ડ્રસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ મુજબ ‘3 એક્કા’ એ 8 મા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 1.23 કરોડ કમાણી કરી હતી. આમ કુલ અંદાજીત 13 કરોડ ઉપરાંતની કમાણી કરી છે. તેની સાથે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસની વાત કરીએ તો 14 કરોડનું કલેક્શન કર્યું છે. ત્યારે આ ફિલ્મ નાના બાળકોથી લઇ મોટાઓ સુધી દરેકને પસંદ આવી રહી છે