Home ગોધરા કોમર્સ કોલેજ ગોધરાની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ…

કોમર્સ કોલેજ ગોધરાની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ…

124
0
ગોધરા : ૧૦ જાન્યુઆરી

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની ઈન્ટર કલાસ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના ગ્રાઉન્ડ  ઉપર પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા કોલેજ સંચાલક મંડળના મંત્રી કુમારી કામિનીબેન ગોપાલસિંહ જી સોલંકી ના વરદ હસ્તે ઉદ્ઘાટીત કરાઈ હતી. આ પ્રસંગે તેઓએ ખેલદિલીની ભાવનાથી આ રમત રમીને દરેક ટીમને વિજેતા થવાની શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે જ્યાં સુધી એક ટીમ હારે નહી ત્યાં સુધી બીજી ટીમ જીતી શકવાની નથી .આ પ્રસંગે તેઓએ કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કરવાની પણ શિખામણ આપી રનર્સ-અપ તથા ચેમ્પિયન ટીમને રોકડ ઇનામની જાહેરાત કરી હતી. સાથે સાથે ઉપસ્થિત કોલેજની વિદ્યાર્થીની બહેનો માટે પણ આગામી સમયમાં આ જ રીતે ટુર્નામેન્ટ યોજાય તે માટે  બહેનોને હાકલ કરી હતી. સમગ્ર ટુર્નામેન્ટ નું આયોજન એમ.કોમ ના વિદ્યાર્થી સાહિલ ભોઈ દ્વારા કોલેજના આચાર્ય પ્રો. અરૂણસિંહ સોલંકી ના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.  સ્પર્ધાના અંતે ટી.વાય.બી.કોમ ની ટીમ રનર્સ-અપ બની હતી જ્યારે એમ.કોમ ની ટીમ વિજેતા બની હતી .જેઓને કોલેજના ઈન્ચાર્જ આચાર્ય દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટને કિશોરભાઈ, તુષારભાઈ સહિતના ક્રિકેટરોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જ્યારે શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરફથી મેદાનની સગવડ પૂરી પડાઇ હતી. જેનો આચાર્ય દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.


અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here