Home અમદાવાદ હેરીટેજ લૂક આપતા લાલદરવાજા ટર્મિનસનું લોકાર્પણ કરાયું….

હેરીટેજ લૂક આપતા લાલદરવાજા ટર્મિનસનું લોકાર્પણ કરાયું….

84
0

અમદાવાદ શહેરની મધ્યમમાં આવેલા AMTSના લાલદરવાજા ટર્મિનસને ૮.૮૮ કરોડના ખર્ચ સાથે તૈયાર કરાયા બાદ સોમવારે તેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ૨,૫૮૮ ચોરસ મીટર જગ્યામાં હેરીટેજ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ટર્મિનસ ઉપરના 62 રુટો દ્વારા રોજ અંદાજિત 1 લાખથી ઉપરાંતના મુસાફરો વિવિધ વિસ્તારમાં અવર-જવર કરી શકશે.

નવિવીકરણ કરાયેલા લાલદરવાજા ટર્મિનસનુ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ટર્મિનસ ખાતે 8 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. આ ટર્મિનસ 11,583 ચોરસમીટર જગ્યામાં સમાયેલુ છે. તેમજ ટર્મિનસ ખાતે ઓફિસ બિલ્ડિંગ ઉપરાંત પ્રવાસીઓ માટે વેઈટીંગ રુમ, ફરિયાદ નિવારણ માટેની ઓફિસ બનાવાઇ છે. ત્યારે મુસાફરોની સુવિધા માટે પબ્લિક ઈન્ફર્મેશન સિસ્ટમ ,CCTV તથા કમાન્ડ એન્ડ કંટ્રોલરુમની વ્યવસ્થા કરવામાં આવી છે. AMTSના ચેરમેન વલ્લભ પટેલના જણાવ્યા મુજબ આ ટર્મિનસ ખાતેથી 201 બસોની મદદથી પ્રવાસીઓ અવરજવર કરી શકશે. લાલદરવાજા ટર્મિનસથી ઉપડતી તેમજ પસાર થતી બસોના સમય બાબતમાં લોકોને જાણકારી મળી રહે એ માટે LED સ્ક્રીન ઉપર રુટની માહિતી મુકવામાં આવશે. આ બિલ્ડિંગના બાંધકામ માટે રાજસ્થાનના ભરતપુરથી લાવવામાં આવેલા ખાસ મારબલનો ઉપયોગ કરાયો છે.જેના કારણે બિલ્ડિંગના અંદરના ભાગમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાન ઓછુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here