હાલોલ: 23 જાન્યુઆરી
હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલ જી.એમ.ડી.સીના સિક્યુરિટી ના કર્મચારીઓ ના બે મહિનાનો પગાર નહીં ચુકવાતા ઉતર્યા હડતાલ ઉપર
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ ના શિવરાજપુર ખાતે ચાલતી જીએમડીસી એ સિક્યુરિટી ગાર્ડ માટે અંકલેશ્વરની બનાસ સિક્યુરિટી ફોર્સ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જેમાં શિવરાજપુર અને પાણીમાઇન્સ માં ચાલતી જીએમડીસી ના સિક્યુરિટી ગાર્ડન છેલ્લા બે મહિનાથી પગાર પીએફ સિક્યુરિટી કંપની દ્વારા ચૂકવવામાં ન આવતા 68 જેટલા સિક્યુરિટી ગાર્ડ શિવરાજપુર ની જીએમડીસી બહાર ખરી ઠંડીમાં ધરણા ઉપર બેસવા મજબૂર બન્યા શિવરાજપુર ખાતે જીએમડીસી બહાર ઘરના ઉપર બેઠેલા સિક્યુરિટી જવાનો ના કહ્યા મુજબ છેલ્લા દસ વર્ષથી સિક્યુરિટી કંપની દ્વારા પગાર સ્લીપ આપવામાં નથી આવતી
જીએમડીસી દ્વારા પગાર વધારો દોઢ વર્ષથી કરવામાં આવ્યો હોવા છતાં સિક્યુરિટી કંપની દ્વારા પગાર વધારો પણ આપવામાં નથી આવ્યો સિક્યુરિટી કંપની દ્વારા સિક્યુરિટી જવાનો પાસેથી એડવાન્સ પેટે 2000 રૂપિયા વ્યક્તિ દીઠ કાપી લેવામાં આવે છે જે પરત આપવામાં આવતા નથી
જ્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સિક્યુરિટી ગાર્ડને યુનિફોર્મ પણ આપવામાં આવતા નથી નો ધરણા ઉપર બેઠેલા સિક્યુરિટી જવાનોએ જણાવ્યું હતું
Box
જી.એમ.ડી.સી સિક્યુરિટી સુપરવાઇઝર એસ આઈ શેખ સાથે સિક્યુરિટી જવાનોના પગાર બાબતે વાત કરતા તેઓએ જીએમડીસી દ્વારા નવેમ્બર સુધીનો પગાર બનાસ સિક્યુરિટી કંપની ને ચૂકવી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું
જો જી.એમ.ડી.સી દ્વારા નવેમ્બર સુધીનો પગાર બનાસ સિક્યુરિટી કંપનીને ચૂકવી દેવામાં આવ્યો હોય તો સિક્યુરિટી કંપની દ્વારા 68 જેટલા સિક્યુરિટી જવાનોને કેમ ચૂકવવામાં આવ્યો નથી?