Home કાલોલ હાઈવે પર ડમ્પરે મોટરસાયકલને અડફેટે લેતા એકનું મોત

હાઈવે પર ડમ્પરે મોટરસાયકલને અડફેટે લેતા એકનું મોત

167
0

કાલોલ : 16 જાન્યુઆરી


કાલોલમાં ગત શુક્રવારે હાઈવે પર ડમ્પરે મોટરસાયકલને અડફેટે લેતા એકનું મોત: ઉતરાયણ કરવા માટે વડોદરાથી વતન મોરવા જતા સાળા-બનેવીને અકસ્માત નડતાં બનેવીનું મોત

મોરવા હડફના વતની અને વડોદરા ખાતે પ્લમ્બરનું કામ કરતા સાળો-બનેવી મકરસંક્રાંતિ પર્વ મનાવવા માટે ગત શુક્રવારે મોટરસાયકલ પર વતન મોરવા જતા હતા ત્યારે કાલોલ પાસેથી પસાર થતા સમયે નડેલા માર્ગ અકસ્માતમાં બનેવીનું સારવાર દરમ્યાન મોત નિપજતા અસરગ્રસ્ત પરિવારજનોમાં ભારે શોક વર્તાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર બળવંતસિંહ સોમાભાઈ રાવત (રહે. મોરવા હડફ) તેમના બનેવી રાજેશભાઈ પર્વતસિંહ પટેલ (રહે. મેહુલિયા) બન્ને સાથે વડોદરા ખાતે પ્લમ્બરનું કામકાજ કરતા હોય ઉતરાયણ પર્વનીની ઉજવણી કરવા માટે શુક્રવારે વડોદરાથી મોટરસાયકલ લઈને મોરવા હડફ જવા માટે નીકળ્યા હતા અને બપોરે એક વાગ્યાની આસપાસ કાલોલ શહેરના એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા સમયે એક ડંપર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવીને મોટરસાયકલને ટકકર મારતાં મોટરસાયકલ પર સવાર સાળો તથા બનેવી રોડ ઉપર પટકાયા હતા જે અકસ્માતમાં‌ પાછળ બેઠેલા બનેવી રાજેશભાઈ પર્વતસિંહ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળેથી લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત કાલોલ રેફરલ હોસ્પિટલમાં ત્યાર બાદ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે કાલોલ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ : મયુર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here