Home રાજ્ય હવામાન વિભાગની 5 દિવસ માટે આગાહી…. જાણો વાવાઝોડાની શું અસર થશે તમારા...

હવામાન વિભાગની 5 દિવસ માટે આગાહી…. જાણો વાવાઝોડાની શું અસર થશે તમારા જિલ્લામાં …

363
0

બિપોરજોય વાવાઝોડું હવે ભયાનક અને તોફાની બની રહ્યું છે. ત્યારે વહિવટીતંત્ર પણ ઓછામાં ઓછું નુકશાન થાય તે માટેના આગોતરા પગલાં લઇ રહ્યું છે. દરિયા કાંઠાના જીલ્લામાં રાજ્યના 9 મંત્રીઓ પહોંચી ગયા છે અને તંત્ર સાથે સંકલન કરીને કામગીરી કરી રહ્યા છે.  તેમજ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે. PM મોદીએ પણ રાજ્ય સરકાર સાથે બેઠક યોજીને કામગીરીની સમિક્ષા કરીને આદેશો આપ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યના ક્યા વિસ્તારમાં વાવાઝોડાની અસરના કારણે અતિ ભારેથી ભારે વરસાદ પડશે તે જાહેર કરવામાં આવ્યું છે.

12 જૂનની ચેતવણી

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે  12 જૂને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

13 જૂનની ચેતવણી

13 જૂનના રોજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી અને રાજકોટ તથા જામનગર જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

14 જૂનની ચેતવણી

14 તારીખે દ્વારકા, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ તથા કચ્છમાં ભારે વરસાદ.

15 જૂનની ચેતવણી

15 જૂને કચ્છ, દ્વારકા, જામનગરમાં અત્યંત અતિ ભારે વરસાદ તથા પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ તથા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ રહેશે

 16 જૂનની ચેતવણી

16 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ તથા કચ્છ અને મોરબી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here