જામનગર : 21 માર્ચ
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે ચોથા દિવસે પણ ખરાબ હવામાનના પગલે કમોસમી વરસાદ પડ્યો છે…. આજે મંગળવારે બપોર બાદ જામનગર સહિત અમરેલી, ભાવનગર, મોરબી, જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો… કમોસમી વરસાદને લઇને આ પંથકના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે….
જામનગરના ગ્રામ્ય વિસ્તારો ગોવાણા, ખાયડી, નવી પીપર, લાલપુર સહિતના અનેક ગામોમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો… વરસાદના કારણે ખેડૂતોને ઉનાળુ પાક તલ, મગ, ઉનાળુ મગફળીને નુકસાની જવાની ભીતી છે…. આ ઉપરાંત અનેક જગ્યાએ ખેતરોમાં પડેલા ઘઉં પણ ખરાબ થઈ જવાની સંભાવના છે…