Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે “સશકત અને સુપોષિત કિશોરી – અભિયાન“ મેળો યોજાયો

સુરેન્દ્રનગર ખાતે “સશકત અને સુપોષિત કિશોરી – અભિયાન“ મેળો યોજાયો

194
0

સુરેન્દ્રનગર: 30 ડિસેમ્બર


કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં જોરાવરનગર ખાતે “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના તથા “પુર્ણા“ યોજનાના સંયુકત ઉપક્રમે કેન્દ્રીય રાજ્ય મંત્રીમહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાની ઉપસ્થિતિમાં “સશકત અને સુપોષિત કિશોરી – અભિયાન “ મેળો યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કિશોરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા કિશોરીઓમાં હિમોગ્લોબીનના પ્રમાણની તપાસણી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ, પોસ્ટ વિભાગ, શિક્ષણ વિભાગ, બાળ સુરક્ષા એકમ, કાનુની સેવા સતા મંડળ, ફ્રી લીગલ સેવા જેવા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામા આવ્યું હતું તેમજ વિવિધ વિભાગના અલગ અલગ સ્ટોલ દ્વારા યોજનાકીય માહિતી પણ આપવામાં આવી હતી.


આ કાર્યક્રમમાં વઢવાણ આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી સ્મીતાબેન રાવલ, જિલ્લા વિકાસ અધિકારીપી.એન.મકવાણા, મહિલા બાળ અધિકારીશ્રી કે.વી.કાતારીયા, પ્રોગ્રામ ઓફીસરકલ્પનાબેન શુકલ અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી જલ્પાબેન ત્રીવેદી ઉપસ્થિત રહ્યા હતા તેમ મહિલા અને બાળ વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here