દેશના સૈનિકોનું સન્માન શહિદ પરિવારોને સાચવવાની સમાજની જવાબદારી વહીવટી તંત્ર પણ સક્રિય ભૂમિકા અદા કરી, કયાંક એકલપણાનો ભાવ મનમાં ન આવે તે જોવું તેમણે આપેલું યોગદાન અમૂલ્ય છે. સાબરકાંઠા જિલ્લાના સુરજગઢ રિસોર્ટ જામળા ઈડર ખાતે જિલ્લાના પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સ્નેહમિલન સંમેલન યોજાયું. દેશભક્તિ વીરતા માટે શાલ ઓઢાળી સન્માનિત કરાયા અશ્રુભીની લાગણી સભર દ્દશ્યો સર્જાયા હતા.ગુજરાત સરકાર સૈનિક બોર્ડ અમદાવાદ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ અધિકારી હિંમતનગર દ્વારા વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું: પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી નિરાકરણ લાવવા ખાતરી અપાઇ હતી.સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ અધિકારી હિંમતનગર દ્વારા ઇડર, પોશીના, વડાલી, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, વિજયનગર તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો સ્વ સૈનિકો ધર્મ પત્નીઓ અને તેઓના આશ્રિતોનું વાર્ષિક સ્નેહ મિલન સાબરકાંઠા જિલ્લાના સુરજગઢ રિસોર્ટ જામળા ઇડર ખાતે નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મછારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અશ્વિન મછારે જણાવ્યું હતું કે દેશના સૈનિકોનું ઉચિત સન્માન આવશ્યક છે સૈનિકોએ આપેલા બલિદાનની રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ભારત સરકાર અને ગુજરાત સરકાર સન્માન આપે છે પણ ગ્રામીણ ક્ષેત્રે વધુ સન્માન મળવું જોઈએ. ગામની શાળા કોલેજમાં સૈનિકોનું માનભેર સન્માન થાય તેમજ શહીદ પરિવારને સાચવવાની જવાબદારી સમાજની છે કુટુંબની પણ છે. વહીવટી તંત્ર પણ સક્રિય ભૂમિ અદા કરે છે અને કોઈને એકલપણાનો ભાવ મનમાં ન આવે તે જોવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે તેમને દેશ માટે આપેલું યોગદાન અમૂલ્ય છે.
આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે 1971 ની લડાઈ વખતે આ જિલ્લાના આર્મીમેન બચુભાઈ બરંડા ડામોર આર્મીમેનને ખભે ઊંચકીને જીવ બચાવ્યો અને પોતાના પગે ગોળી વાગી છતાં એકબીજાને સંકટ સમયે સાથ આપ્યો અને બચી ગયા જે આજે આપણી વચ્ચે જીવિત છે તેમનો વિશેષ આનંદ છે ચોક્કસ માહિતી હોય તો સૈનિક દુશ્મનોને મહાત કરી શકે છે માહિતી ખાતાના અધિકારી તરીકે મને આમંત્રિત કરીને બહુમાન કર્યું તેનાથી વિશેષ ગંગાસ્વરૂપા બહેનો માતાની વંદન કરવાના અવસરની ધન્યતા અનુભવ છું સૌ સૈનિકો સુખી રહે સમૃદ્ધ બને સ્વસ્થ રહે મસ્ત રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે અમદાવાદ ગ્રુપ કેપ્ટન કૌશલ શાહ દ્વારા સૈનિકોની આરોગ્ય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને 64 કે. બી. કાર્ડ કઢાવવા સૌને હાકલ કરી હતી અમદાવાદની 15 હોસ્પિટલોને માન્ય આપવામાં આવી છે તેની વિગત આપી હતી અને સ્થાનિક લેવલે સારવાર લેવા માગતા હોય ઇમર્જન્સી તો તે અંગે પણ મળશે પણ ડોક્ટર દ્વારા નક્કી કર્યા પછી જ લાભ લઈ શકાશે તમારું નામ નંબર આધાર કાર્ડ પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર કરી બોર્ડની વેબસાઈટ પર મુકવા અને ઇમેલ દ્વારા જાણ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ગામડાના સરપંચ અને નિવૃત્ત એરફોર્સના મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સૈનિકોની હર હંમેશાં મદદ કરવાની અને તેમના પ્રશ્નોની વહીવટી તંત્ર સુધી વાચા આપવાની ખાતરી આપી હતી અને નાની મોટી નોકરી કરવા માટે અમારો સંપર્ક કરશો તો મદદરૂપ થઈશું બાળકોની શિષ્યવૃત્તિ અને અભ્યાસ માટે પણ મદદ કરીશું પણ અમારી કંપનીમાં પાંચ વર્ષ સેવા આપવાની રહેશે.
જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કમાન્ડર શશી કુમાર ગુપ્તાએ સૈનિકોના કલ્યાણ અંગેની યોજનાકીય સમજ અને માર્ગદર્શન આપ્યું હતું તથા બોર્ડના અધિકારી ભરતભાઈ ડાભી દ્વારા યોજનાઓની સમજ આપી ધારા ધોરણ શું છે અને કોને લાભ મળી શકે ક્યાંથી લાભ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું સન્માન વખતે સ્વજનોની આંખો અશ્રુભીની થઈ હતી મહાનુભાવ દ્વારા સેલ્યુટ કરી સન્માન કરાયું
આ પ્રસંગે સૈનિક બોર્ડના વિવિધ તાલુકાના હોદ્દેદારો પી.આઇ.વાઘેલા, નિવૃત સૈનિકો અને સૈનિકોના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ. રોહિત ડાયાણી (સાબરકાંઠા)