“સિંચન દયાશકુન ફાઉન્ડેશન”- સરદાર પટેલ રાજમાર્ગ પર ચાલતી ફૂટપાથ શાળાની વેબ સાઇટનો અનુપમ મિશન ખાતે સંત સાહેબદાદાના વરદ્ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે સિંચન ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડો. ઉમાબેન શર્માએ જણાવ્યું હતું કે આ વેબસાઇટ લોન્ચ કરવાનો હેતુ અમારા કામોને વિશ્વ સમસ્તના લોકો સુધી પહોંચાડી આ બાળકોમાં થઈ રહેલા વિકાસને સમાજ અને દેશને દર્શન કરાવી અન્ય લોકોને પણ આવા કામો કરવા પ્રેરણા આપવાનો છે. સંત ભગવંત સાહેબદાદાએ સિંચન ફાઉત્ન્ડેશનને આશિષ વચન આપતા જણાવ્યું હતું કે, ડો ઉમાબેન દ્વારા સતત ચાર વર્ષોથી આ બાળકો માટે જે નિસ્વાર્થ ભાવે ઉજ્જવળ ભવિષ્ય માટે સેવા કરી રહ્યા છે તે માટે તેઓ અત્યંત અભિનંદનને પાત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે કામ માટે યોગીજી મહારાજે 1964માં ભાઈકાકાની પ્રાર્થના સ્વીકારીને ચારિત્ર્ય યુક્ત શિક્ષણ માટે APCની સ્થાપના કરી જેના કારણે આજે આખા દેશમાં સારામાં સારું
શિક્ષણ આપતી સંસ્થા વિદ્યાનગરમાં છે. તેમણે વિશેષ જણાવ્યું કે શિક્ષણ અને ધર્મએ માણસને સારો માણસ બનાવે છે અને તે દિશામાં ઉમાબેન કાર્ય કરી રહ્યા છે. ઉમાબેન અને તેમના ફાઉન્ડેશનને સહયોગ આપનાર સૌને આશીર્વાદ આપ્યા હતા.અનુપમ મિશનના સદ્ગુરૂ સંત અશ્વિનદાદા, શાંતિદાદા , રતિદાદાએ પણ આ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને આશીર્વાદ આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ડો ઉમાબેનને તેમના સિંચન ફાઉન્ડેશનને મળી રહેલ આશીર્વાદ માટે હરેશભાઈ શાણી રાષ્ટીય સ્વયં સેવક સંઘ – ધર્મ જાગરણ નડિયાદ વિભાગ અને દિવ્ય કરુણા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી,કિરણભાઈ પટેલ કોમ્ફી ફર્નિચર,ડી સી પટેલ સાહેબ, મેહુલ ભાઈ પટેલ સાહેબ સંકેત સેલ્સ, અમિત વ્યાસ એમ. ડી. અમુલ, મહમદ રફી મન્સૂરી, આચાર્ય નલિની આર્ટસ કોલેજ, સની થોમસ આચાર્ય, ઇલસાસ કોલેજનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યકમને સાહેબદાદાના આશીર્વાદ અપાવવા તેમજ આ ફૂટપાથ શાળાને સમગ્ર વિશ્વમાંથી સહયોગ આપવા માટે વિનંતી કરી હતી તે માટે સાધુ પીટરભાઈનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યકમમાં સિંચન દયાશકુન ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ ડો પ્રહર્ષ રાજ્યગુરુ, મંત્રી ડો મનીષ શર્મા, સહ મંત્રી અક્ષત શર્મા સાથે ડેપ્યુટી કલેક્ટર અને મેરિટાઇમ બોર્ડ ગાંધીનગરના સ્પેશ્યલ ઓફિસર રિદ્ધિ રાજ્યગુરુ, તથા ટ્રસ્ટી પરિવારના સભ્યો, મિત્રો, મોટી સંખ્યામાં અનુપમ મિશનના સંતો, હરિભક્તો આમંત્રિત મહેમાનો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. આ કાર્યકમ અનુપમ મિશનની યૂટ્યૂબ ચેલનના માધ્યમથી પ્રસારિત કરવાથી વિશ્વના ૯થી વધુ દેશોમાં નિહારવામાં આવ્યો હતો. મહાપ્રસાદ નું પણ આયોજન સંસ્થા ના પ્રસાદગૃહમાં કરવામાં આવ્યું હતું.