Home સાબરકાંઠા શક્તિપીઠ પરિક્રમાના અંતિમ દિવસે જિલ્લાના ૨૬૦૦થી વધુ ભક્તોએ મા અંબાની પરીક્ર્મા કરી

શક્તિપીઠ પરિક્રમાના અંતિમ દિવસે જિલ્લાના ૨૬૦૦થી વધુ ભક્તોએ મા અંબાની પરીક્ર્મા કરી

212
0

સમગ્ર રાજ્ય જ્યારે શક્તિપીઠ પરીગ્રમાના રંગે રંગાયેલુ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ૨૬૬૪ શ્રધ્ધાળુઓ પરીક્ર્માના અંતિમ દિવસે માતાના ચરણોમાં પોતાનું શિશ નમાવ્યું હતું.

અનેક શ્રધ્ધાળોઓની આધ્યાત્મિક આસ્થાને પરીપુર્ણ કરતા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી યાત્રાધામ ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૩માં અંતિમ દિવસે જિલ્લાના ૨૬૬૪ માઇ ભક્તોએ અંબાજી ખાતે મા જગદંબાના ચરણોમાં શિશ ઝુકાવીને જગત જનનીના દર્શન કર્યા હતા. શક્તિપીઠ પરિક્રમાના અંતિમ દિવસે વડાલીમાંથી ૭ બસો દ્રારા ૩૪૭ શ્રધ્ધાળુ, ખેડબ્રહ્મામાંથી ૮ બસો ૪૧૬ , વિજયનગરમાંથી ૪ બસો ૧૯૮, પોશીનામાંથી ૩ બસ ૧૪૩, હિંમતનગરમાંથી ૧૦ બસો ૫૨૯, ઇડરમાંથી ૧૦ બસો ૫૯૭, પ્રાંતિજમાંથી ૪ બસો ૧૮૩, તલોદમાંથી ૪ બસો દ્રારા ૨૫૧ એમ કુલ ૨૨ બસો દ્રારા ૨૬૬૪ યાત્રિકો અંબાજી ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ.. રોહિત ડાયાણી, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here