Home Trending Special વાવાઝોડાના સંકટ વચ્ચે માછીમારો ભારે મને કરશે સ્થળાંતર ….

વાવાઝોડાના સંકટ વચ્ચે માછીમારો ભારે મને કરશે સ્થળાંતર ….

82
0

જૂનાગઢના માંગરોળ બંદર પાસે શિલ બંદર પર જીવના જોખમે લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે હાલમાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા માટે તંત્રએ વારંવાર સૂચના આપી હતી. ત્યારે હાલમાં અહી 15 જેટલી ગર્ભવતી મહિલાઓ પણ વસવાટ કરી રહી છે. ત્યારે 700 થી વધુ લોકો પર જોખમ તોળાઇ રહ્યો છે.

શીલ બંદર પર હાલ જીવના જોખમે 700 થી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. આ લોકોને તંત્રની અનેક વખત સૂચનાઓ આપવામાં આવી છે. સ્થળાંતર માટે અનેક પ્રકારે રજૂઆત પણ કરવામાં આવી છે. તંત્રની સાથે સરપંચે પણ ઘણી વખત તેમને રજૂઆત કરી છે કે તમે સ્થળાંતર કરી લો પણ પોતાની જગ્યા મૂકવા હાલ સ્થાનિક લોકો તૈયાર નથી. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે જો અહી રહેતા હોઈશું તો અમે બધી વસ્તુમાં ધ્યાન આપી શકીશું , અમારી માછીમારી સિવાય કોઈ વ્યવસાય નથી. અમે અમારી હોડી સહિતની વસ્તુઓ જો અહીથી મૂકીને ચાલ્યા જઈએ તો અમારી રોજી રોટી નું શું ? જો કે આજે સાંજ સુધીમાં સ્થળાંતર કરી લઈશું.

અહીં જે રીતે લોકો રહી રહ્યા છે. તેમાં દરેક લોકો ખૂબ જીવના જોખમે રહી રહ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી રહ્યા છે. દરિયાથી ફક્ત 10 મીટર દૂર જ આ રહેવાસીઓનું ઘર આવેલું છે. તેથી આગામી દિવસોમાં 15 જૂન સુધી વધારે ખતરો આ લોકોના જીવન પર તોળાશે. ત્યારે જલ્દીથી અહી રહેનારા લોકો પોતે સ્થળાંતર કરે તે જરૂરી છે.

બિપોરજોય વાવાઝોડાના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા 9 જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં જૂનાગઢ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે 0285 -2636595 , વંથલી 02872 – 222046, માણાવદર 02874-221440 , મેંદરડા 02872 – 241329 , માળીયા હાટીના 02870 – 222232 , ભેંસાણ – 02873 -253426 , વિસાવદર 02873 222056, કેશોદ 02871-236043 અને માંગરોળમાં 02878 – 222009 પર સંપર્ક કરી નાગરિકો જરૂરી સહાયતા મેળવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here