કચ્છ: 18 જાન્યુઆરી
લોકસભા પરિવાર દ્વારા આઝાદીકા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેંટ ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેંટ નું સાંસદ્ વિનોદભાઇ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું,
કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદીકા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેંટ ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેંટ નું સાંસદ્ વિનોદભાઇ ચાવડાના હસ્તે તા:18/01/2023ના સાંજે મહાનુભાવો, ક્રિકેટ ટીમના સદસ્યો, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ તથા ક્રિકેટ રસીયાની ઉપસ્થિતિમાં શુભારંભ કરવા માં આવ્યું હતું
કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા જેમનું પાઘડી અને શાલ થી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ હતું,
ક્રિકેટ ગ્રાઉંન્ડ માં વૃક્ષા રોપણ કરવામાં આવેલ રાષ્ટ્રગીત થી મેચનું શુભારંભ કરવામાં આવેલ, રમત – ગમત ક્ષેત્રમાં કચ્છનું નામ રોશન કરેલ ખેલાડીઓનું સન્માન કરવામાં આવેલ
ક્રિકેટ ટુર્નામેંટ ના શુભારંભ સમયે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ જણાવ્યુ હતું કચ્છમાં સૌથી મોટી 138 થી વધુ ટીમો આ ટુર્નામેંટ માં ભાગ લેશે ખેલ જગતના ખેલાડીઓને પ્રોત્શાહન આપવામાં આપણાં વડાપ્રધાન, યુવા આદર્શ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સંકલ્પ ને સાર્થક કરવા આ ભવ્ય ટુર્નામેંટ નું લોકસભા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે,
મેચ વિનર ને 51 હજાર. રનરઅપ ટીમને 31 હજાર, મેચ ઓફ ધી સીરીઝ ને 21 હજાર અને સૌથી ઉત્કષ્ઠ દેખાવ કરનાર ને બાઇક ની શુભેચ્છા ભેટ આપવામાં આવશે સૌથી લાંબી ચાલનાર ટુનામેંટ માં દરેક ટીમના ખેલાડીઓને ઉત્સાહ વધારવા ક્રિકેટ રશિયાઓને ઉત્સાહ વધારવા ક્રિકેટ રશિયાઓને મેચો દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદે આહવાન આપ્યું હતું
આ ભવ્ય આયોજન સહભાગી સદસ્યો – આયોજકો તથા ખેલાડીઓ અને વ્યવસ્થા પદો ની ઉત્તમ ખેલદિલી ભાવનાને આ પ્રસંગે પધારનાર મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચનમાં બિરદાવ્યા હતા.