Home રાજ્ય લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના...

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

168
0

લીમખેડા : 23 માર્ચ


લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા ટ્રેક્ટર નીચે દબાઈને બે લોકોના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને ટ્રેક્ટર આવી રહ્યું હતુ તે અરસામાં ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રેક્ટરમાં સવાર પાંચ લોકો ટ્રેક્ટર નીચે દબાઈ જવા પામ્યા હતા. ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી બે લોકોના કમકમાટીભર્યા ભર્યા મોત નીપજ્યા હતા. જયારે અને ત્રણ લોકોને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ માર્ગ અકસ્માતના બનાવના પગલે આસપાસના ભેગા થયેલા લોકોએ ટ્રેક્ટર નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં બે લોકો મોતને ભેટ્યા હતા. જયારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ તબડતોડ ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here