Home રાજ્ય રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ

રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ

171
0

જેતપુર : 3 એપ્રિલ


નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.

આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાથીઓને ધોરણ 09થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી દર મહિને 1000/- રૂપિયા લેખે સ્કોલરશીપ યોજનાનો નિયમો અનુસાર લાભ મળવાપાત્ર થતો હોય છે.

આ ચારેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મેવાસા ક્લસ્ટરના સીઆરસી ભગતસિંહ ડોડીયા તથા સ્પેશિયલ એજ્યુકેટર ચૌહાણ દિલીપભાઈ દ્વારા એનએમએમએસ પરીક્ષામાં માર્ગદર્શન આપનાર ગણિત વિજ્ઞાનના શિક્ષક પ્રતિક ચુડાસમા અને મેરીટ પસંદ થયેલા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ : દિનેશ રાઠોડ, જેતપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here