Home રાજ્ય લીંબડી મિત્ર મંડળ દ્વારા વણકર સમાજ દ્વારા સમાજના કર્મશીલો માટે સમાજરત્ન એવોર્ડ...

લીંબડી મિત્ર મંડળ દ્વારા વણકર સમાજ દ્વારા સમાજના કર્મશીલો માટે સમાજરત્ન એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

217
0

લીંબડી : 22 માર્ચ


લીંબડી મિત્ર મંડળ દ્વારા વણકર સમાજ દ્વારા સમાજ ના કર્મશીલો માટે સમાજરત્ન એવોર્ડ વિતરણ સમારોહ જેમાં લીંબડી તાલુકા ના ધલવાણા ગામની વતની અને શિયાણી કુમાર પે સેન્ટર શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી જીવણભાઈ બી. વાઘેલા ને તેમની શૈક્ષણિક તેમજ સામાજિક કામગીરી ને બિરદાવી સમાજ રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તે અનુસંધાને આજરોજ ખારાવાસ વિસ્તારની અંદર પણ તેમને આ એવોર્ડ મળતા તેમને શુભકામના પાઠવવામાં આવી પ્રસંગે લીંબડી તાલુકા વિકાસ અધિકારી વણકર સાહેબ (TDO). કરસનભાઈ ટુંડિયા.રામજીભાઈ વેગડા.બાબુભાઈ ટીમલા.ડાયાલાલ વેગડા વગેરે સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા.સિદ્ધિ કુમાર છાત્રાલયના ગૃહપતિ અશોકભાઈ જાદવ તેમજ લીંબડી એસ ટી ડેપો ના લલીતભાઈ સોલંકી તેમજ મિત્રો દ્વારા સાહેબને મોમેન્ટ સાલ તેમજ ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવામાં આવી.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here