Home સુરેન્દ્રનગર લીંબડી નગરપાલિકા પ્રમુખ રજા પર ઉતરતાં ઉપ-પ્રમુખે સંભાળ્યો ચાર્જ

લીંબડી નગરપાલિકા પ્રમુખ રજા પર ઉતરતાં ઉપ-પ્રમુખે સંભાળ્યો ચાર્જ

235
0

લીંબડી નગરપાલિકાના પ્રમુખ બોર્ડની પરીક્ષાના પેપર તપાસવા માટે 15 દિવસ રજા પર ઉતરતાં ઉપ-પ્રમુખ ગીતાબેન મકવાણાએ ઈન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે. ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે વિરોધ અને વિવાદોથી દૂર રહી શહેરના વિકાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું એ જ મારો ધ્યેય છે. ઈન્ચાર્જ પ્રમુખને અભિનંદન પાઠવવા માટે ગૌણસેવા પસંદગી મંડળના પૂર્વ પ્રમુખ પ્રકાશ સોની, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશ શેઠ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here