જેતપુર : 3 એપ્રિલ
નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.
આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાથીઓને ધોરણ 09થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી દર મહિને 1000/- રૂપિયા લેખે સ્કોલરશીપ યોજનાનો નિયમો અનુસાર લાભ મળવાપાત્ર થતો હોય છે.
આ ચારેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મેવાસા ક્લસ્ટરના સીઆરસી ભગતસિંહ ડોડીયા તથા સ્પેશિયલ એજ્યુકેટર ચૌહાણ દિલીપભાઈ દ્વારા એનએમએમએસ પરીક્ષામાં માર્ગદર્શન આપનાર ગણિત વિજ્ઞાનના શિક્ષક પ્રતિક ચુડાસમા અને મેરીટ પસંદ થયેલા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.