કચ્છ: 2 સપ્ટેમ્બર
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર થી બે કીલો મીટર દૂર કુદરતી વાતાવરણમાં છેલ્લા 23 વર્ષ થી શૈક્ષણિક કાર્ય અને ધાર્મિક સંસ્કારો આપતા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગુરુકુળમાં અભ્યાસ કરતા પાંચસો થી વધુ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ એ ઈકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ માટે ગણપતિ ની પાંચસો મૂર્તિ નુ સર્જન કરેલ જે માટી નદી મા થી લાવી ગણપતિ બાપા ની મૂર્તિ નુ સર્જન કરી સ્થાપના કરી હતી વાગડ વિસ્તારમાં સૌ પ્રથમ વખત પર્યાવરણને નુકસાન ન થાય તે માટે વિધાર્થીઓ અને શિક્ષકો અને ગુરુ કુળ ના સંતો ની પહેલ હતી વાગડ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે અવ્વલ નંબર પર કાર્ય કરતા આ ગુરુકુળના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ એ વાગડ વિસ્તારના લોકો ને પર્યાવરણ ના જતન માટે સૌ પ્રથમ વખત પહેલ કરી હતી આ માટે સ્વામિનારાયણ ગુરુકુળ ના આચાર્ય રાવતસિંહ ગોહિલ પ્રાથમિક શાળાના આચાર્ય ઉર્મિ બેન ચાવડા તથા અન્ય શિક્ષકો એ ગુરુકુળ ના સંતો બાલકૃષ્ણ સ્વામી શ્રી પ્રકાશસ્વામિ વિજ્ઞાાનસ્વરુપ સ્વામી સુવ્રત સ્વામી. આનંદમુનિ સ્વામી સર્વ મંગલ સ્વામી વિગેરે ના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ ઉજવવા મા આવ્યો હતો ગણેશોત્સવ દરમિયાન તમામ વ્યવસ્થા ગુરુકુળના મેનેજર રાજન મારાજ દ્વારા કરવામાં આવી હતી