Home રાજ્ય રાજ્ય સરકારનો નિર્ણય…. , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ...

રાજ્ય સરકારનો નિર્ણય…. , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ તરીકે કરી જાહેર ….

100
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહત્વનો મોટો નિર્ણય લીધો છે. રાજ્યની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરી છે. 16 જીલ્લાના આ 35 ગામોને 5 લાખ રુપિયાનો પુરસ્કાર મળશે અને ગ્રામ પંચાયતો વિકાસના કામો માટે સ્વભંડોળ રકમનો ઉપયોગ કરી શકશે.

PM  નરેન્દ્ર મોદીને નાના ગામોને શહેરોની સમાન બનાવવા સ્માર્ટ વિલેજનો વિચાર આપ્યો હતો અને તેને આગળ ધપાવતાં CM ભૂપેન્દ્ર પટેલે સ્માર્ટ વિલેજની યોજનાને આગળ ધપાવી છે. સ્માર્ટ વિલેજ યોજનામાં ગામમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા તથા ગામના લોકોમાં ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવા અને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્માર્ટ વિલેજ પસંદગી માટે 11 માપદંડો રાખવામાં આવ્યા છે. સરસ ગ્રામ ગાર્ડન, ફરજીયાત ડોર ટુ ડોર કલેક્શન, ધરેક મકાનમાં નળ કનેક્શન, સ્માર્ટ ઇ ગ્રામ સેન્ટરની સુવિધા, પંચાયત વેરા વસુલાત તથા રસ્તા નિયમીત સાફ થાય અને ઉકરડા ના હોય, ગટર યોજના, ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રુફટોપ, ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ, લાઇટ બિલ ભરવાની નિયમીતતા અને ગામતળના રસ્તાને પાકા કરવાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here