Home અમદાવાદ રથયાત્રાને લઇ અનોખું આયોજન …. રથયાત્રાના રૂટના 10 વિસ્તારમાં રાતે નાટકનું આયોજન…...

રથયાત્રાને લઇ અનોખું આયોજન …. રથયાત્રાના રૂટના 10 વિસ્તારમાં રાતે નાટકનું આયોજન… કોમી એકતાના પ્રતીક વસંત-રજબ પર શેરી નાટકો ભજવાશે…

82
0

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે શાનદાર રથયાત્રા માર્ગો પર નિકળે છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રાની ધમાકેદાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે રથયાત્રાને લઇ રથયાત્રાના રૂટ ​​​​​​​પરના 10 વિસ્તારમાં રોજ રાતે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુ – મુસ્લિમ એકતાના પ્રતીક તેવા વસંત-રજબની શહીદી વિશે લોકો માહિતગાર થાય તે માટે શહેર પોલીસ દ્વારા પહેલી જ વખત ‌‌એકતાનો સંદેશો આપતા ‘ પ્યાર બાંટતે ચલો’ શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યુ છે. મંગળવારે રાતે 9 વાગ્યે જમાલપુર દરવાજા ખાતે આ શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે આગામી 10 દિવસ સુધી રથયાત્રાના રૂટ પરના તમામ વિસ્તારોમાં રોજ રાતે આ નાટકનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ સતત 10 દિવસ સુધી રથયાત્રાના રૂટ પર આવતા કાલુપુર, શહેરકોટડા, ખાડિયા, કારંજ, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં રોજ રાતે આ નાટકનું આયોજન કરાયું છે.

7 જૂનના બુધવારથી સરસપુર વિક્રમ મિલ કમ્પાઉન્ટ ખાતે નાઇટ ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરકોટડા, કાલુપુર, શાહપુર, દરિયાપુર, ગાયકવાડ હવેલી, કારંજ સહિતના વિસ્તારની 16 ટીમો ભાગ લેશે. રથયાત્રામાં કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી આ ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સેક્ટર 1ના અધિક પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ આ નાઇટ ક્રિકેટ ટુનામેન્ટની શરૂઆત કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here