Home કચ્છ મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

151
0

કચ્છ : 22 માર્ચ


  • માણા થાવ માણા…..! ઘૂડખરના નામે અગરિયાની બદદુઆ નો લેતા : અગરિયાની વેદનાનો ઓડીયો-વિડીયો વાયરલ
  • પર્યાવરણને નામે અગરિયાની રોજીરોટી ના છીનવતા નહીં તો કુદરત નહીં છોડે
  • ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયાએ પોતાના ઝૂંપડે પાણી પિતા ઘુડખરના વિડીયો સાથે મેસેજ ફરતો કર્યો

કચ્છના નાના રણમાં વસવાટ કરતા વિશ્વના એક માત્ર ઘુડખર અભ્યારણ્યમાં અગરિયાઓની ઘુસણખોરી, ગેરકાયદેસર ખનન સહિતના મુદ્દે તાજેતરમાં નામદાર હાઇકોર્ટમાં થયેલ રીટ પિટિશન બાદ હળવદ નજીક કુડાના રણમા રહી મીઠું પકવી પેટીયું રળતા ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયાએ પોતાના ઝુંપડા પાસે ઘુડખર પાણી પિવા આવ્યા હોવાનો એક વિડીયો અને ઓડિયો વાયરલ કરી ઘુડખરના નામે અગરિયાને બદનામ ન કરવા અનુરોધ કર્યો હતો.

સોશિયલ મિડીયામાં વાયરલ વિડીયો અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમા કચ્છના નાના રણમાં આવેલા વાઈલ્ડ એસ એટલે કે વિશ્વના એક માત્ર ઘડખર અભ્યારણ્યમા અગરિયાઓ દ્વારા થતી ઘૂસણખોરીની સાથે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ખનન મામલે પર્યાવરણ પ્રેમી દ્વારા જાહેર હિતની અરજી કરવામા આવતા નામદાર હાઇકોર્ટ દ્વારા સંબંધિત તમામ વિભાગો અને સરકારનો જવાબ માંગવામા આવ્યો

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here