Home ક્ચ્છ ભુજ ના વેપારી અગ્રણી સ્વ.ભાનુભાઈ મનજી ઠક્કરની યાદમાં પતંગ ફીરકીનું વિતરણ…

ભુજ ના વેપારી અગ્રણી સ્વ.ભાનુભાઈ મનજી ઠક્કરની યાદમાં પતંગ ફીરકીનું વિતરણ…

182
0
ભુજ : ૧૩ જાન્યુઆરી

મકરસંક્રાંતિ ને અનુલક્ષીને આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ભુજ શહેરના બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેર ના લોહાણા સમાજના અગ્રણી અને સામાજિક પ્રવૃત્તિઓ ના પ્રણેતા સ્વ ભાનુભાઇ મનજી ભાઈ ઠક્કર (નકવાણી) ની યાદ માં બાળકોને પતંગ ફીરકી ની ખાસ કીટનું અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું માઈક સિસ્ટમ ના વાહન સાથે શહેરમાં આજે અલગ અલગ વિસ્તારોમાં સામાજિક અંતર જાળવી ને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકોને પતંગ ફીરકી ની કીટ ખાસ તૈયાર કરી અને અપાઈ હતી સાથે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો દરમિયાન મકરસંક્રાંતિના દિવસ માં બાળકો આનંદથી મકરસંક્રાંતિની ઉજવણી કરી શકે તે માટે બાળકો માટે ખાસ કીટ ભુજના પૂર્વ નગરસેવક અને ભુજ કો-ઓપ બેંકના એમડી ધીરેનભાઈ ઠક્કર તરફથી તૈયાર કરવામાં આવી હતી તેમણે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળને સુપરત કરતા આજ ના દિને વિવિધ વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું,આજના આ પતંગ ફીરકી ની કીટ નું વિતરણ માં સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક અંતાણી, તેમજ જયંતિ ભાઇ ડુડીયા,કાર્તિક અંતાણી, શિવાંગ અંતાણી, તેમની ટીમ ના અન્ય આ કાર્યક્રમમાં જોડાયા હતા વારાફરતી બાળકોને પતંગ ફીરકી ની કીટ આપવામાં આવી હતી મકરસંક્રાંતિના દિવસોમાં છેવાડા ના માનવી પણ મકરસંક્રાંતિના ના પર્વ આનંદથી મનાવી શકે તે માટે સ્વ ભાનુભાઈ મનજી ઠક્કર (નકવાણી) પરિવાર વતી જયાબેન ભાનુભાઈ ઠક્કર અને ધીરેનભાઇ ભાનુભાઈ ઠક્કર તેમજ હિરેનભાઇ ભાનુભાઈ ઠક્કર એ સહયોગ આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ નગર સેવક અને હાલમાં ભુજ કો ઓ બેંક ના એમડી ધીરેન ભાઈ ઠક્કર દ્વારા છેલ્લા ઘણા સમયથી બાળકો ને મકરસંક્રાંતિ હોય હોળી હોય નવરાત્રી હોય કે દિવાળી હોય રાષ્ટ્રીય ધાર્મિક તહેવાર હોય ત્યારે તેઓ સત્યમ સંસ્થા મારફતે અલગ-અલગ વિસ્તારોમાં બાળકોને પ્રસંગને અનુરૂપ સેવા કાર્યો પ્રવૃત્તિઓમાં હંમેશ સહકાર આપી રહ્યા છે આ વખતે પણ મકરસંક્રાંતિ ના દિવસોમાં બાળકો માટે ખાસ કીટ તૈયાર કરાવી હતી અને સત્યમ સંસ્થાને સોંપાતા તેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાએ ધીરેનભાઈ ઠક્કર નો ખાસ આભાર માન્યો હતો.


અહેવાલ : કૌશિક છાયા, કચ્છ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here