Home Other કોરોના વાયરસના પગલે સમગ્ર કચ્છમાં નિયંત્રણો વધારવામાં આવ્યા…

કોરોના વાયરસના પગલે સમગ્ર કચ્છમાં નિયંત્રણો વધારવામાં આવ્યા…

84
0
કચ્છ : ૧૩ જાન્યુઆરી

નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે. ત્યારે હાલમાં સરકારના ગૃહ વિભાગના હુકમ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત સરકારના ગૃહ વિભાગના હુકમ તા.૧૧/૧/૨૦૨૨ વાળાથી રાજ્યમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતીની પુનઃસમીક્ષા કરી કેટલાક ફેરફારો સાથેના નિયંત્રણો સમગ્ર રાજયમાં અમલમાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૨૨/૦૧/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે.

જીલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. દ્વારા સમ્રગ કચ્છ જિલ્લામાં આ મુજબના નિયંત્રણો ફરમાવાયા છે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ, બંધ જગ્યાએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૧૫૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગે ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ, બંધ જગ્યાએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૧૫૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. જે માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. અંતિમક્રિયા દફનવિધિમાં ૧૦૦ (એકસો) વ્યકિતઓની મંજુરી. પબ્લીક તેમજ પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટ અંતર્ગત નોનએસી બસ સેવાઓ ૭૫ ટકા ક્ષમતા સાથે, (standing not allowed) જયારે એસી બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કફર્યુમાંથી મુકિત આપવામાં આવે છે. સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક તથા સ્વીમીંગ પુલ, વાંચનાલયો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચાઓ રાત્રીના ૧૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. ધો. ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની/પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.

(પ્રતીકાત્મક તસ્વીર)

શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડિયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.

ઉપરોકત તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેકિસનના બંને ડોઝ ફરજીયાત રહેશે.

જિલ્લાના તમામ નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ તેમજ સરકાર દ્વારા જાહેર કરાતી કોરોના કોવિડ-૧૯ ની માર્ગ દર્શિકાનું પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act-1897 અન્વયે The GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION,2020 ની જોગવાઈઓ, ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Act ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. દ્વારા ફરમાવવામાં આવેલ છે.


અહેવાલ : કૌશિક છાયા, કચ્છ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here