Home છોટાઉદેપુર બોડેલી એપીએમસીમાં ગુજકો માસોલ અને નાફેડ દ્વારા ચણાની ખરીદીનો પ્રારંભ ….

બોડેલી એપીએમસીમાં ગુજકો માસોલ અને નાફેડ દ્વારા ચણાની ખરીદીનો પ્રારંભ ….

107
0

છોટાઉદેપુર : 21 માર્ચ


બોડેલી એપીએમસી ખાતે આજે ગુજકો માસોલ અને નાફેડ દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવથી ચણા ની ખરીદી નો પ્રારંભ છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો ત્યારે બોડેલી એપીએમસીના યુવાન ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, વાઇસ ચેરમેન કૌશિક પટેલ, છોટાઉદેપુર જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન દિપેશભાઈ શાહ, એપીએમસીના સેક્રેટરી અજીત ભગત વિગેરે સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ ટેકા ના ભાવ રૂપિયા 5335/- થી ખરીદી કરવામાં આવી હતી.

ચણાની ખરીદી ના પ્રારંભ પ્રસંગે સહકારી અગ્રણી દીપેશ શાહ અને એપીએમસી ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ સાથે વાત કરતા તેઓએ છોટાઉદેપુર જિલ્લામાંથી લગભગ 500 જેટલા ખેડૂતોએ ચણા ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવી સરકારશ્રી દ્વારા ચણાના ભાવ બજાર કરતા વધુ ભાવ અપાતા હોય ખેડૂતો એ તેનો લાભ લેવા અપીલ કરી હતી.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here