બોટાદ : 21 માર્ચ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણસમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે અલગ અલગ પાકોની ખરીદી કરવામાં આવતી હોઈ છે .ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા ટેકા ના ભાવે ચણા ખરીદી કરવાનો કરાવ્યો પ્રારંભ. અત્યાર સુધી માં કુલ 3500 ખેડૂતો એ કરાવ્યું છે રજિસ્ટ્રેશન જે આધાર પર આજ થી ટેકા ના ભાવે ચણા ની ખરીદી શરૂ કરવામાં આવી. ખુલા બહાર માં ચણા ના ખેડૂતો ને 900 થી 920 ની આસપાસ ના ભાવ પ્રતિ મણ મળી રહ્યા છે ત્યારે ટેકા ના ભાવે ખેડૂતો ને 1067 રૂપિયા નો ભાવ મળતા ખુલા બજાર કરતા ખેડૂતો ને પ્રતિ મણ સારા ભાવ મળતા ખેડૂતો મ ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે.
સરકાર દ્રારા આજે ટેકા ના ભાવે ચણા ની ખરીદી નો પ્રારંભ કરવામાં આવેલ તે સમયે ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન,માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન સહિત અન્ય સભ્યો હોદેદારો સહિત ખેડૂતો હાજર રહ્યા હતા.