Home Other બાલાસોર ટ્રેન અકસ્માતને લઇ BJP નેતાનો આક્ષેપ…. ટ્રેન દુર્ઘટનાને લઇ TMC...

બાલાસોર ટ્રેન અકસ્માતને લઇ BJP નેતાનો આક્ષેપ…. ટ્રેન દુર્ઘટનાને લઇ TMC પર સાધ્યું નિશાન ….

92
0

બાલાસોરમાં થયેલ ભયાનક ટ્રેન અકસ્માતને લઇ પશ્ચિમ બંગાળ વિધાનસભા વિપક્ષ નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ગંભીર આક્ષેપો કર્યા છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે, ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત તૃણમૂલ કોંગ્રેસનું કાવતરું છે. CBIની તપાસમાં પણ આ હકીકત બહાર આવવી જોઈએ અને જો તે નહીં આવે તો તેઓ તેની સામે કોર્ટમાં જશે. તેણે આરોપ લગાવ્યો છે કે, TMC એ રેલવે અધિકારીઓના ફોન ટેપ કર્યા હતા.

TMC માંથી ભાજપમાં જોડાયેલા સુવેન્દુ અધિકારીના કહ્યા પ્રમાણે આ ઘટના TMCનું કાવતરું છે. જ્યારે અન્ય રાજ્યમાં આ ઘટના બની ત્યારે ગઈકાલથી તેઓ આટલા પરેશાન કેમ છે. તેઓ CBI તપાસથી કેમ ડરે છે?  ઓડિશામાં ઘટનાસ્થળે પહોંચેલા મમતા બેનર્જી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ વચ્ચે ત્યાં બધાની સામે ચર્ચા થઈ હતી. ત્યારથી TMC રેલ મંત્રીના રાજીનામાની માંગ કરી રહી છે.

સુવેન્દુ અધિકારીએ લગાવેલા આરોપોનો TMC એ જવાબ આપતા કહ્યું કે, તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. હકીકતમાં, બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને મમતા સરકાર સતત ભાજપ પર નિશાન સાધી રહી છે, ભાજપ મૃત્યુ આંક છુપાવી રહી છે. આ સિવાય TMC દુર્ઘટનામાં  માર્યા ગયેલા લોકોના પરિવારજનોને સરકારી નોકરી ન આપવા બદલ ભાજપથી નારાજ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, ‘બાલાસોર અકસ્માતમાં કેટલાક લોકોએ તેમના હાથ અને પગ ગુમાવ્યા. આવા લોકો માટે અમારી સરકારે નિર્ણય લીધો છે કે, અમે તેમના પરિવારના એક સભ્યને ખાસ હોમગાર્ડ તરીકે નોકરી આપીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here